બાબરા ગામે ભુગર્ભ ગટરની સફાઇ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગટર જામ થતા અને કુંડીના ઢાંકણા તુટી જવાથી લોકોને અગવડતા હતી

બાબરામાંવોર્ડ નં-2મા છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટર જામ થઇ જતા ગટરના પાણી માર્ગો પર ફરી વળ્યા હતા જેના કારણે અહીના રહિશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આખરે તંત્ર દ્વારા ભુગર્ભ ગટરની સફાઇ હાથ ધરવામા આવતા રહિશોએ હાશકારો અનુભવ્યો છે.

શહેરમાં ભુગર્ભ ગટરનુ કામ શરૂ છે અને જયાં કામ પુર્ણ થઇ ગયુ છે ત્યાં અવારનવાર ભુગર્ભ ગટર જામ થઇ જવાની સમસ્યા જોવા મળી રહી છે. હજુ થોડા દિવસ પહેલા ભગવતપરા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમા ગટરના પાણી ભળી જતા લોકોને દુગર્ધયુકત પાણી પીવાનો વારો આવ્યો હતો. જેને પગલે રહિશોમા દેકારો બોલી ગયો હતો. અને ઉગ્ર રજુઆતો પણ કરવામા આવી હતી. હાલમા જયાં ભુગર્ભ ગટરો બનાવવામા આવી રહી છે તે તમામ રીપેરીંગ કામની જવાબદારી કોન્ટ્રાકટરની હોય છે. હાલ બાબરામા અનેક સ્થળે ભુગર્ભ ગટર જામ થવાની અને કુંડીઓના ઢાંકણા તુટવાની સમસ્યા જોવા મળી રહી છે જેના કારણે રહિશોને અગવડતા વેઠવી પડી રહી છે. અનેક સ્થળે હલકી ગુણવતાવાળુ કામ થઇ રહ્યું હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી યોગ્ય કામગીરી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

વારંવાર ફરિયાદો ઉઠતા પાલિકાએ કામગીરી હાથ ધરી તસ્વીર- રાજુ બસીયા

વોર્ડ નં-2માં કામગીરી હાથ ધરાઇ

અન્ય સમાચારો પણ છે...