• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • ઉંટવડ અને નવાણીયા માર્ગ પર પુલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ

ઉંટવડ અને નવાણીયા માર્ગ પર પુલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય ઉંધાડ દ્વારા 75 લાખની ગ્રાંટની ફાળવણી કરવામા આવી

બાબરાતાલુકાના ઉંટવડ અને નવાણીયા ગામ વચ્ચે ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ દ્વારા રૂપિયા 75 લાખની ગ્રાંટ ફાળવતા અહી ત્રણ મોટા પુલનુ નિર્માણ કરવામા આવશે. વિસ્તારના લોકો દ્વારા ઘણા સમયથી માંગ કરવામા આવી હતી.

નવાણીયા ગામના સરપંચ દ્વારા બે વર્ષ પહેલા ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડને રજુઆત કરવામા આવી હતી કે નવાણીયા, ઉંટવડ ગામમા તેમજ રાયપર ગામમા તુટી ગયેલ કોઝવે હોય જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી અને પુલ બનાવવા તેમજ બિસ્માર નાળા અને કોઝવેના કારણે અકસ્માત સર્જાવાની ભિતી સતાવી રહી હોય તાકિદે પ્રશ્નનો ઉકેલ આવે તેવી માંગણી કરવામા આવી હતી.

ત્યારે ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે ગ્રાંટમાથી રૂપિયા 75 લાખ ફાળવવામા આવતા કામગીરી શરૂ કરવામા આવી છે. નવાણીયાથી બાબરા માર્ગમા બે જગ્યા પર બિસ્માર કોઝવે પર પુલ બનાવવામા આવશે તેમજ ઉંટવડ અને રાયપરના માર્ગ પર બિસ્માર પુલને તોડી નવો પુલ બનાવવામા આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી ગ્રામજનો દ્વારા વારંવાર રજુઆત કર્યા બાદ અંતે ગ્રાન્ટની ફાળવણી કરવામાં અાવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડને રજુઆત કરવામા આવી હતી કે નવાણીયા, ઉંટવડ ગામમા તેમજ રાયપર ગામમા તુટી ગયેલ કોઝવે હોય જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી અને પુલ બનાવવા તેમજ બિસ્માર નાળા અને કોઝવેના કારણે અકસ્માત સર્જાવાની ભિતી સતાવી રહી હોય તાકિદે પ્રશ્નનો ઉકેલ આવે તેવી માંગણી કરવામા આવી હતી.

બે સ્થળોએ કોઝ-વે બનાવાશે

અન્ય સમાચારો પણ છે...