બાબરા| બાબરાતાલુકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે જળજીલણી એકાદશીની ઉમંગભેર ઉજવણી કરવામા આવી હતી. અહી રામજી મંદિર અને રાઘવદાસ મંદિરના ઠાકોરજીને દુધેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરાવી પધરામણી કરવામા આવી હતી. પ્રસંગે ધુન, ભજન, સંતવાણી સહિતના કાર્યક્રમ પણ યોજાયા હતા. તકે ઉપસરપંચ જીતુભાઇ રાવતભાઇ ખુમાણ, ગોકળભાઇ ધીનૈયા ઉપસ્થિત રહ્યાં હતા. ભીખુભાઇ નિમ્બાર્ક, હર્ષદભાઇ ઠાકર, ભકિતરામભાઇ, ધર્મેન્દ્રભાઇ, વિજયભાઇ, ચેતનભાઇ, ગીરીશભાઇ ઠાકર, ધરમદાસબાપુ, ભીખુભાઇ સહિતે જહેમત ઉઠાવી હતી.


બાબરા| બાબરાતાલુકાના શિરવાણીયા પ્રાથમિક શાળા ખાતે હિન્દી દિવસની ઉજવણી કરવામા આવી હતી. શાળામા ધોરણ 6 થી 8 સુધીના ભાઇ બહેનોએ વકતૃત્વ અને લેખન સ્પર્ધામા ભાગ લીધો હતો. અહી પ્રથમ, દ્રિતીય અને તૃતિય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. શિક્ષક મહેશભાઇ ચુડાસમાએ માર્ગદર્શન આપ્યું હતુ. આચાર્ય ભરતભાઇ ધાધલ, હિમેશભાઇ સહિત સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

દીવનાં ઘોઘલા ગામે લક્ષ્મીનારાયણ મંદિર મંડળ દ્વારા ગણપતિજીની સ્થાપના કરાઇ હતી. નિમિતે અનેક કાર્યક્રમો યોજયા બાદ 101 દીપ પ્રગટાવી બાપાની આરતી ઉતારવામાં આવી હતી. તસવીર- જીતુ દિવેચા

ઘોઘલામાં ગણેશજીની મહાઆરતી

અમરેલી તાલુકાનાં ચાંદગઢમાં જળઝીલણી એકાદશીની ઉજવણી

માળીયાનાં અમરાપુર ગામે આરોગ્ય વિભાગ દ્વારા આંગણવાડી શાળાઓ અને ઘરે-ઘરે ક્રોમીની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં ડો.રસીલાબેન સહીતનો સ્ટાફ ઉપસ્થીત રહ્યો હતો. તસવીર- જીતેન્દ્ર માંડવીયા

અમરાપુરમાં કૃમીની ગોળીનું વિતરણ

કોડીનાર તાલુકાનાં વિઠ્ઠલપુર ગામે ભાદરવી પુનમે લોક મેળો ભરાશે

ભેંસાણનાં ચણાકા ખાતે ગૌશાળા યુવક મંડળ દ્વારા ગણપતિજીની સ્થાપના કરાઈ હતી. નિમિતે અનેક કાર્યક્રમો કર્યા બાદ શોભાયાત્રા કાઢી વિધ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તસવીર- અરૂણ મહેતા

ચણાકામાં દુંદાળા દેવનું વિસર્જન

રાજુલા તાલુકાનાં હિંડોરણા ગામે ભાજપ આગેવાન દ્વારા હવન

દિલ્હી યુનિવર્સિટીમાં NSUIનાં વિજયને અમરેલીમાં વધાવાયો

શિરવાણીયા પ્રા.શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...