પેકેજની માંગ સાથે બાબરામાં કોંગ્રેસનાં ધરણાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજીલ્લામાં બગસરા, કુંકાવાવ, વડીયા, અમરેલી, સાવરકુંડલા અને લીલીયા પંથકમાં ગત માસે આવેલા ભારે વરસાદને પગલે મોટી ખાનાખરાબી થઇ હતી. આમ છતાં સરકાર દ્વારા પુરતુ પેકેજ જાહેર કરાતા લડત ચાલી રહી છે. બાબરાના ગાયત્રી મંદિર ખાતે આજે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પંકજભાઇ કાનાબાર, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, માજી સાંસદ વિરજીભાઇ ઠુમ્મરની આગેવાની નીચે મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને લોકો અહીં એકઠા થયા હતાં.

સભામાં કોંગ્રેસી આગેવાનોએ રાજ્યની ભાજપા સરકાર અને વડા પ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતાં. માજી સાંસદ વિરજીભાઇ ઠુમ્મરે જણાવ્યુ હતું કે હાલમાં સરકારમાં નાથુરામ ગોડશે અને આસારામની વિચારધારાવાળા લોકો છે. સરકાર ઘુવડ જેવી સરકાર છે. જેને માત્ર રાત્રે દેખાય છે દિવસે નહી. ધારાસભ્ય ધાનાણીએ સરકારને સંવેદનહીન ગણાવી રાહત પેકેજ પીડીતોની મશ્કરી સમાન હોવાનું કહ્યુ હતું. બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બીપીનભાઇ વસાણી, જસમતભાઇ ચોવટીયા, મુસાભાઇ, મનસુખભાઇ પડસાલા, વી.પી. હિરપરા, બાવકુભાઇ ખાચર, વિગેરેએ મામલતદાર કચેરીએ દોડી જઇ આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...