તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરાનાં ખીજડીયાકોટડા ગામે બે જુથ વચ્ચે મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાતાબાના ખીજડીયા કોટડા ગામે ગતરાત્રીના બે જુથો વચ્ચે સામાન્ય બોલાચાલી થતા મારામારી સર્જાઇ હતી. જેમાં ત્રણ વ્યકિતઓને ઇજા પહોંચી હતી. બારામાં બાબરા પોલીસ મથકમા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

બાબરા તાબાના ખીજડીયા કોટડા ગામે ગતરાત્રીના બે જુથો વચ્ચે મારામારી સર્જાઇ હતી. અહી રહેતા બિજલ હાદાભાઇ સોલંકી અને હિતુભાઇ પોતાના મોટર સાયકલમા પસાર થઇ રહ્યાં હતા ત્યારે અહી રહેતા ભીખાભાઇ તેમજ રમેશ ભીખા અને જગદીશ ભીખાએ ગાળો આપી પાઇપ વડે હુમલો કર્યો હતો. જેને પગલે બંનેને ઇજા પહોંચી હતી. બારામાં બિજલભાઇએ ત્રણેય સામે બાબરા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.

તો સામાપક્ષે ખીમાભાઇ કમાભાઇ સોલંકીએ નોંધાવેલી વળતી ફરીયાદમા જણાવાયું હતુ કે બિજલ હાદા, વિરા બાવા, જગા ભદા, ચંદુભાઇ, લાલા રમેશ સહિતના શખ્સોએ સામુ કેમ જુએ છે તેમ કહી ગાળો આપી લાકડી વડે માર મારતા ઇજા પહોંચી હતી. બનાવ અંગે વધુ તપાસ બાબરા પીએસઆઇ બી.એમ.આહિર ચલાવી રહ્યાં છે. જ્યારે અન્ય એક બનાવમાં અમરેલીમાં સાવરકુંડલા રોડ પર આવેલ મફતપરામા રહેતા રહેશિતભાઇ અરજણભાઇ પટણીની પુત્રી મનીષાને પ્રવિણ રામજી, માલુબેન તેમજ મધુબેને યેનકેન બોલતા હોય ઠપકો આપવા જતા સારૂ નહી લાગતા તેમણે ઉશ્કેરાઇ ગાળો આપી પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા બારામા સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો