તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા શહેરમાં એસટી બસો બંધ થતા મુસાફરો રઝળી પડયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાઆજરોજ ટોળા દ્વારા હિંસક દેખાવો કરવામા આવતા અને પથ્થરમારા અને શહેર બંધ સહિત વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ. અહી એસટી બસ પર પણ પથ્થરમારો કરાયો હોય જેને પગલે રાજકોટથી અમરેલી તરફ આવતી એસટી બસોને બાબરા બસ સ્ટેન્ડ ખાતે થંભાવી દેવામા આવી હતી. અહી મુસાફરો કલાકો સુધી રઝળી પડયા હતા.

પાટીદાર અનામત આંદોલનમા એકપણ નેતા વ્હારે નથી આવ્યા

ઉનાના સમઢીયાળામા દલિત યુવકો પર થયેલા અત્યાચાર સરેઆમ સરકારની નિષ્ફળતા બતાવે છે ત્યારે દલિત સમાજ પર થયેલા અત્યાચાર મામલે દલિત સમાજના તમામ રાજયસભાથી લઇ સંસદ તેમજ ધારાસભામા રહેલ તમામ નેતાઓ પોતાના સમાજને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા તે આવકાર્ય છે જયારે પાટીદાર અનામત મુદ્દે થયેલ આંદોલન વખતે પાટીદાર સમાજના એકપણ નેતા આગળ નથી આવ્યા જે દુખની વાત છે તેમ અમરેલી જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર દિનેશભાઇ બાંભરોલીયા અને સહ કન્વીનર હરેશભાઇ બાવીશીએ જણાવ્યું હતુ.

મુસાફરોએ કલાકો સુધી ભયનાં માહોલમાં બસ સ્ટેન્ડમાં રહેવું પડયું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો