• Gujarati News
  • કુંકાવાવમાં મેઘરાજા ઓળઘોળ : અમરેલી, બાબરા, લાઠીમાં 3 અને બગસરામાં સાડા ત્રણ ઇંચ

કુંકાવાવમાં મેઘરાજા ઓળઘોળ : અમરેલી, બાબરા, લાઠીમાં 3 અને બગસરામાં સાડા ત્રણ ઇંચ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીિજલ્લામાં છેલ્લા ચાર દિવસથી છુટીછવાયી મેઘ સવારી ચાલી રહી છે તેની વચ્ચે ગઇરાતથી જીલ્લાભરમાં સાર્વત્રીક વરસાદ વરસવાનું શરૂ થયુ હતું. જીલ્લાભરમાં ધીમીધારે અડધાથી લઇ ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. કુંકાવાવમાં ગઇરાતથી આજ સાંજ સુધીમાં ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત અમરેલીમાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો. લાઠી અને બાબરામાં પણ ત્રણ ઇંચ વરસાદ થયો હતો. બગસરામાં સાડા ત્રણ અને લીલીયામાં બે તથા વડીયામાં અઢી ઇંચ વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે જીલ્લાની મોટાભાગની નદીઓમાં પુર આવ્યા હતાં અને મેઘ મહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ છે.

ફરી અમરેલી જીલ્લામાં ધનાધન મેઘ સવારી ચાલી રહી છે. ગઇકાલ સાંજથી આજ સાંજ સુધીના 24 કલાકના ગાળામાં અમરેલી જીલ્લાના દરેક તાલુકામાં અડધાથી લઇ ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હતો. કુંકાવાવમાં છેલ્લા 24 કલાકમાં ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ચારેય તરફ પાણી પાણીની સ્થિતી સર્જાઇ હતી. અહિં 24મી જૂનના રોજ પડેલા અતિભારે વરસાદની યાદ તાજી થઇ ગઇ હતી. કુંકાવાવ તાલુકાના ઉજળા, નાની કુંકાવાવ, નાજાપુર, વાવડીમાં પણ ભારે વરસાદ પડી ગયો હતો. જેના કારણે વાડી-ખેતરો છલોછલ બન્યા હતાં.

આવી રીતે અમરેલીમાં પણ ગઇકાલે દિવસભર ઝરમર વરસાદ રહ્યા બાદ રાત્રે ધીમીધારે સતત વરસાદ વરસતો રહ્યો હતો. સવાર સુધીમાં અહિં બે ઇંચ વરસાદ નોંધાયા બાદ આજે દિવસ દરમીયાન વધુ બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. અમરેલી શહેરમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 439 મીમી થયો છે. અતિભારે વરસાદને પગલે અમરેલી નજીક આવેલા વડી અને ઠેબી ડેમ છલકાઇ ગયા હતાં. તો બીજી તરફ બાબરામાં પણ છેલ્લા 24 કલાક દરમીયાન ત્રણ ઇંચ જેવો ભારે વરસાદ પડી ગયો હતો. જેને પગલે કાળુભાર નદીમાં પણ પુર આવ્યુ હતું.તો બીજી તરફ આજે બગસરામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 36 કલાકમાં બગસરામાં સાડા ચાર ઇંચ વરસાદ થયો છે. કલેક્ટર કન્ટ્રોલ રૂમના સુત્રોએ જણાવ્યુ છે કે અત્યાર સુધીમાં બગસરામાં 888 મીમી વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે ધારીમાં માત્ર પોણો ઇંચ વરસાદ પડયો હતો. આજે જાફરાબાદમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. તો બીજી તરફ ખાંભા, રાજુલા અને સાવરકુંડલામાં નહીવત વરસાદ હતો.

પ્રથમ રાઉન્ડ બાદ મેઘરાજાએ એકાદ મહિના જેટલો વિરામ લેતા લોકો અકળાયા હતા પરંતુ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ફરી મહેર વરસાવતા ડેમો છલકાયા છે. }જીતેશગીરી ગોસાઇ

લાઠીમાં ત્રણ ઇંચ વરસાદ

લાઠીમાંગઇરાતથી ધીમીધારે વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. આખી રાત આકાશ ટપકતુ રહ્યા બાદ આજે દિવસ દરમીયાન પણ ધનાધન મેઘ સવારી શરૂ હતી. છેલ્લા 24 કલાક દરમીયાન અહિં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો. તો લીલીયામાં બે ઇંચ વરસાદથી ધરતી તરબતર બની હતી.

વડીયાપંથકમાં અઢી ઇંચ પડયો

વડીયાપંથકમાં ગઇકાલની જેમ આજે પણ મેઘ સવારી શરૂ હતી. ખાસ કરીને રાત્રીના સમયે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. રાત્રે અહીં બે ઇંચ વરસાદ પડયા બાદ આજે દિવસ દરમીયાન વધુ અડધો ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે સાવરકુંડલામાં રાત્રે માત્ર અડધો ઇંચ વરસાદ પડયો હતો.