• Gujarati News
  • સ્વચ્છતા અભિયાન અંતર્ગત ટીડીઓની ઓચિંતી મુલાકાત : ચારેયને નોટીસ અપાઇ

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ટીડીઓની ઓચિંતી મુલાકાત : ચારેયને નોટીસ અપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા અભિયાન અંતર્ગત ટીડીઓની ઓચિંતી મુલાકાત : ચારેયને નોટીસ અપાઇ

એજ્યુકેશન રીપોર્ટર. બાબરા

અમરેલીજિલ્લામાં આજથી ત્રણ દિવસ સુધી સ્વચ્છતા અભિયાન શરૂ કરાયુ છે. અને બાબરા તાલુકામાં તલાટી તથા શિક્ષકોની બેઠક બોલાવી ગામમા અને શાળામાં સફાઇ ચલાવવાની સુચના અપાઇ હતી. તેની વચ્ચે આજે ટીડીઓ દ્વારા ચરખા ગામની શાળાની ઓચિંતી મુલાકાત લેવાતા આચાર્ય સહિત ચાર શિક્ષક ગેરહાજર જણાતા ચારેયની નોટીસ ફટકારવામા આવી હતી.

બાબરા તાલુકામાં 15થી લઇ 17 સપ્ટેમ્બર સુધીના સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ થયો હતો. દરેક ગામમાં સ્વચ્છતાનો સંદેશો પહોંચાડવા અગાઉ બાબરાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા શિક્ષકોથી લઇ ગ્રામપંચાયતના મંત્રી સુધીના કર્મચારીઓની બેઠક બોલાવાઇ હતી. અને ગામમાં, શાળામાં સફાઇ જળવાઇ રહે તે માટે સુચના અપાઇ હતી.

દરમિયાન આજે તાલુકા વિકાસ અધિકારી અમીતકુમાર ચૌધરી દ્વારા બાબરા તાલુકાના ચરખા તથા નવાણીયા ગામની પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવાઇ હતી. ચરખા ગામની પ્રાથમિક શાળામા આચાર્ય સહિત ચાર શિક્ષક ગેરહાજર જણાયા હતા. જેને પગલે ટીડીઓ દ્વારા સ્થળ પર નોટીસ ફટકારી તેમનો ખુલાસો પુછવામા આવ્યો હતો. ઘટનાને પગલે શિક્ષણ જગતમા ચકચાર મચી હતી. બાબરા તાલુકામાં ત્રણ દિવસ ચાલનારા અભિયાનમાં શાળા, ગામમા આવેલા કુવા અવેડા વિગેરેની સફાઇ થશે અને દવાનો છંટકાવ થશે. 17મીએ દરેક ગામમાં રેલી યોજાશે, શાળાઓમાં નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાઓ યોજાશે.