તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી શહેરમાં રવિવારી બજારને નોટબંધી નડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીનીરવિવારી બજાર એટલે પાથરણા પાથરીને બેસતા નાના વેપારીઓનો મોટો ધંધો. આમ તો વેપાર ભલે મોટા હોય પરંતુ નાના વેપારમા પણ નાનો વેપારી ખુશ. નોટબંધીને પગલે એકાદ રવિવાર સુધી ધંધામા મંદી આવી ગઇ પરંતુ હવે તેમને કોઇ નોટબંધી નડતી નથી. આજે પણ અમરેલીની રવિવારી બજારમા વેપારીઓએ ભરપુર ધંધો કર્યો હતો.

અમરેલીમા દર રવિવારે લાયબ્રેરી ચોક, રામજી મંદિર રોડ, ટાવર રોડ અને છેક સ્ટેશન રોડ સુધી રવિવારી બજાર ભરાય છે. અહી ગામે ગામથી નાના વેપારીઓ જાતજાતની વસ્તુઓ વેચવા માટે આવે છે. શહેરના માર્ગોના કાંઠે પાથરણા પાથરી બેસે છે. બપોર સુધીમા તેમનો વેપાર આટોપી લે છે. આમ તો રવિવારી બજારમા ઘરની જરૂરિયાતની અનેક વસ્તુઓ વેચાય છે પરંતુ સૌથી વધુ મહિલાઓને ઉપયોગી વસ્તુઓનુ વેચાણ થાય છે. સરકાર દ્વારા નોટબંધી લદાયાના પહેલા રવિવારે ધંધામા ખાસ્સી મંદી જોવા મળી હતી પરંતુ ત્યારબાદના રવિવારથી નોટબંધીની અસર ઓસરવા લાગી અને આજે તો રવિવારી બજારના વેપારીઓએ ભરપુર ધંધો કર્યો હતો. આમ પણ તેમનો વેપાર તગડો હોતો નથી. મોટાભાગે નાની નોટોથી કામ ચાલી જાય છે. તેના કારણે રવિવારી બજાર ઝડપથી નોટબંધીની અસરમાથી બહાર આવી છે.

અમરેલીની રવિવારી બજારમાં માત્ર અમરેલીના ફેરીયાઓ નથી બેસતા આસપાસના લાઠી, બાબરા, સાવરકુંડલા ઉપરાંત છેક કોડીનાર, રાજકોટ અને ભાવનગરથી પણ લોકો વેપાર કરવા આવે છે.

ગામે ગામથી આવે છે વેપારીઓ

અન્ય સમાચારો પણ છે...