જિલ્લામાં પાંચ સ્થળેથી 28 જુગારીની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીશહેરમાં પોલીસે જુદાજુદા ત્રણ સ્થળે જુગાર અંગે દરોડા પાડયા હતા. અહીના સાજી સવાઇના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા દિનેશ ભાલુ, રાકેશ સોલંકી, નિલેષ બાવળીયા સહિત પાંચ શખ્સોને ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી 3360ની રોકડ રકમ પણ કબજે લેવાઇ હતી. જયારે અહીની બ્રાહ્મણ સોસાયટીમાંથી રમણિક બાલા રાઠોડ, નિકુંજ વ્યાસ, વિમલ ઠકકર સહિત સાત શખ્સોને 20670ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. તો વેલનાથ મંદિરવાળી ગલીમાંથી સંજય કાળુ ઝીંઝુવાડીયા, ફારૂક વલી કાલવા, નરસી અરજણ ભાસ્કર સહિત ચાર શખ્સોની 7060ની મતા સાથે ધરપકડ કરાઇ હતી. બાબરા તાલુકાનાં કલોરાણા ગામેથી અને રાજુલાના કાગવદર ગામેથી પણ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...