તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરૂવંદના સાથે જિલ્લાભરમાં આજે ઉજવાશે ગુરૂપૂર્ણિમા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીસહિત જિલ્લાભરમાં આવતીકાલે ગુરૂપુર્ણિમા મહોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામા આવશે. ઠેરઠેર મંદિરો અને આશ્રમો ખાતે પુજનઅર્ચન, મહાઆરતી, ગુરૂવંદના, પાદુકા પુજન, મહાપ્રસાદ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ સહિતના કાર્યક્રમો યોજાશે.

અમરેલી નજીક આવેલ આશ્રમો ખાતે ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામા આવશે. ઠેરઠેર આશ્રમો ખાતે સવારથી સેવકોની ભીડ ઉમટી પડશે. આરતી, પુજન, પ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે. સાવરકુંડલા પંથકમા પણ ગુરૂપુર્ણિમા ઉજવાશે અહીના મહુવા રોડ ઉપર આવેલ ગુરૂ દતાત્રેય આશ્રમ ખાતે બ્રહ્મલીન મહંત ચમેલીગીરીબાપુ, મહંત ભગવાનગીરીબાપુના સાનિધ્યમા મહંત ગંગાગીરીજીબાપુ દ્વારા આરતી, ધુન, ભજન અને પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. અહીના હિપાવડલી ગામે આવેલ સુપ્રસિધ્ધ લટુરીયા હનુમાનજી મંદિર ખાતે મહંત જસુબાપુ ગુરૂ જમનાદાસબાપુના સાનિધ્યમા ગુરૂપુર્ણિમા પર્વની ઉજવણી કરવામા આવશે. પ્રસંગે સવારે ધુન કિર્તન, પાદુકા પુજન, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ઉપરાંત શિવાજીનગર ખાતે આવેલ આનંદ આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા મહોત્સવની ભાવભેર ઉજવણી કરાશેે. બાબરા પંથકમાં ઠેરઠેર ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામા આવશે. પ્રસંગે મહાઆરતી, ભજન, ધુન, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. અહીના તાપડીયા આશ્રમ ખાતે પુજય ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમા ગુરૂપુર્ણિમાના દિવસે સવારે દયારામબાપુની પુજા અર્ચના કરી ગુરૂવંદના કરાશે. બાદમાં પુજય ઘનશ્યામદાસબાપુના સેવકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહેશે. અહી આવેલ ગેબી વિસામા આશ્રમ ખાતે મહંત રાજુબાપુના સાનિધ્યમા ગુરૂપુર્ણિમા ઉજવાશે અહી પણ પુજનઅર્ચન સહિતના કાર્યક્રમો યોજાશે. ખાંભા પંથકમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી કરાશે. અહીના સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે તેમજ ડેડાણમા આવેલ શ્યામ મંદિર તેમજ પીંગળવીર હનુમાન મંદિર સહિતના સ્થળોએ ગુરૂપુર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામા આવશે.

પંચમુખી હનુમાન મંદિરે ધાર્મિક કાર્યક્રમો

ખાંભાનજીક આવેલ વાંકુની ધાર ખાતે પુ. રામબાલકદાસબાપુ ગુરૂશ્રી બલરામદાસબાપુના સાનિધ્યમા ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામા આવશે. અહી ગુરૂવંદના, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે માટે સેવક સમુદાય દ્વારા તૈયારીઓ કરવામા આવી રહી છે.

તપોવન ટેકરી આશ્રમે ગુરૂપૂર્ણિમા ઉજવાશે

જાફરાબાદનજીક આવેલ તપોવન ટેકરી આશ્રમ તપસીબાપુના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામા આવશે. સવારે ગુરૂપુજન, પાદુકા પુજન, મહાપ્રસાદ, કથા, રામધુન, હનુમાન ચાલીસા પાઠ સહિતના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામા આવ્યું છે. હાલ સેવક સમુદાય દ્વારા તૈયારીઓ કરવામા આવી રહી છે.

આશ્રમો અને મંદિરોમાં સવારથી સેવકોની ભીડ જામશે. તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો