વાલપુર ગામની પરિણીતાને કરીયાવર મુદ્દે માર માર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાતાલુકામા બે સ્થળો પર પરિણીતાને ત્રાસની ઘટનાઓ બની હતી. જેમા બાબરા તાલુકાના વાલપુર ગામે રહેતા પરિણિતાને તેના પતિ તથા સાસરીયાઓએ કરીયાવર બાબતે માર માર્યો હતો.

બાબરા તાલુકાના વાલપુર ગામે રહેતા નયનાબેન ધીરૂભાઇ ગજેરા (ઉ.વ.27)ને લુણકી ગામે રહેતા વિનુ લાલજીભાઇ ગેલાણી, લીલીબેન વાલજીભાઇ, લાલજી વિરજીભાઇ, હરેશ લાલજીભાઇ, રમેશ ગેલાણી, હંસાબેન રમેશભાઇ, અશ્વીન લાલજીભાઇ તથા બાવચંદ ગેલાણી સહિત તમામ પરિણિતાને ગાળો આપી તુ ગમતી નથી તને કામ ઓછુ આવડે છે તેમ કહી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી હતી. અંગે પરિણિતાએ તમામ શખ્સો વિરૂધ્ધ બાબરા પોલીસમા ફરીયાદ નોંધાવી છે.

જ્યારે અન્ય એક ઘટના બાબરા તાલુકાના વાવડી ગામના અને હાલ વડિયા તાલુકાના લાખાપાદર ગામે રહેતા કૃપાલીબેન ધર્મેશભાઇ કોલડીયા (ઉ.વ.22)ને તેના પતિ ધર્મેશ કરશન, કરશન લાલજીભાઇ, કાન્તાબેન કરશનભાઇ, હરેશ કરશનભાઇ તથા સુરત રહેતા મનિષાબેન દિપકભાઇ તમામ અવારનવાર ઘરકામ બાબતે અને કરીયાવર બાબતે ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી મારી નાખવાની ધમકી આપતા હતા. બાબતે પરિણીતાએ તેના પતિ સહિત સાસરીયાઓ સામે બાબરા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...