તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં 13451 ઉમેદવારોએ તલાટી મંત્રીની પરીક્ષા આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમરેલી

અમરેલીજિલ્લામા આજે તલાટીની પરીક્ષા શાંતીપુર્ણ માહોલમાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લેવામા આવી હતી. 17977 પરીક્ષાર્થીમાથી 4526 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યાં હતા. પરીક્ષામા પણ ગેરરિતીનો એક કેસ નોંધાયો હતો. ઉપરાંત બાબરામાં પરીક્ષાર્થી સાથે આવેલા બોટાદના ફોરેસ્ટર સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો.

અમરેલી જિલ્લામાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસી ટીવી કેમેરાની નિગરાની વચ્ચે તલાટીની પરીક્ષા યોજવામા આવી હતી. અમરેલી જિલ્લામાં અમરેલી ઉપરાંત સાવરકુંડલા, બાબરા સહિતના સેન્ટર મળી કુલ 50 બિલ્ડીંગમા પરીક્ષા લેવામા આવી હતી. તલાટીની પરીક્ષા માટે અમરેલી જિલ્લામાં 17977 પરીક્ષાર્થી નોંધાયા હતા. જો કે આજે પરીક્ષા આપવા માટે 13451 પરીક્ષાર્થી આવ્યા હતા. શિક્ષણ વિભાગના સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અમરેલીમાં ગેરરિતીનો એક કેસ પણ કરવામા આવ્યો હતો. અહી પરીક્ષાર્થી બાજુમાથી ચોરી કરતા ઝડપાયો હતો. જો કે તેને પરીક્ષા પુર્ણ કરી લેવા દેવાઇ હતી.

બીજી તરફ બાબરામા પણ વી.એલ.ગેલાણી હાઇસ્કુલ, સરદાર પટેલ સ્કુલ અને વી.ડી.કોરાટ સ્કુલમાં સીસીટીવી કેમેરાની વચ્ચે અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવાઇ હતી. ગેલાણી સ્કુલમાં પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થી સાથે બોટાદનો ફોરેસ્ટર અનક આલીંગભાઇ માંગાણી નામનો યુવક આવ્યો હતો. પરીક્ષા દરમિયાન કલેકટરના જાહેરનામાનો ભંગ કરી સ્કુલથી સો મીટરના અંદરના વિસ્તારમાંથી હટતા પીએસઆઇ બી.એમ.આહિર તથા સ્ટાફે તેની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...