વિમલનાથદાદા જીનાલયની 45માં સ્થાપના દિનની ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાંવિશાશ્રીમાળી શ્વેતાંબર જૈન સંઘ દ્વારા અહી બિરાજમાન વિમલનાથદાદા જીનાલયની 45મી સાલગીરીની ઉજવણીનો પ્રારંભ કરવામા આવ્યો છે. અહી આયોજીત ત્રિદિવસીય કાર્યક્રમમાં અઢાર અભિષેક, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાશે.

શહેરની મધ્યમાં ઐતિહાસિક સાંપ્રતિકાલીન તેરમાં તિર્થકર શ્રી વિમલનાથદાદા જીનાલયની 45મી સાલગીરીની ઉજવણી નિમીતે ત્રિદિવસીય કાર્યક્રમનો આરંભ કરવામા આવ્યો છે. આજથી 45 વર્ષ પહેલા સ.વ.2027મા શૈષાવન ઉધ્ધારક પ.પુ.આ.શ્રી હિમાંશુસુરી મ.સાના હસ્તે વિમલનાથજી દાદાની પ્રતિષ્ઠા કરવામા આવી હતી. વિમલનાથ દાદાની મુર્તિ 2400 વર્ષ પૌરાણિક અને ખંભાત વિસ્તારમાં ખોદકામ દરમિયાન મળી આવી હોવાનુ સંઘના લોકોએ જણાવ્યું હતુ.

વર્ષે ઉજવણીમાં આયબિલની ઓળી નર્મદાબેન દોશી મુંબઇ તરફથી કરવામા આવેલ હતી અને આગામી ગુરૂવારના રોજ જીનાલયની ધ્વજા રોહણનો આદેશ લીલાવંતીબેન શાહ મુંબઇને મળ્યો છે. તા. 27ના રોજ બપોરે 12:39 કલાકે અઢાર અભિષેક, 12:30 કલાકે સ્વામિવાત્સલ્ય, સાંજના 5:45 થી સુર્યાસ્ત સુધી ચૌવિહાર જયારે તા. 28ના રોજ સવારે 6 કલાકે પ્રભાતીયા, સ્નાનપુજા, નવકારશી, સતરભેદી પુજા, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાશે.

સં.વ.2027માં વિમલનાથજી દાદાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. / પ્રવિણભટ્ટજી

અન્ય સમાચારો પણ છે...