• Gujarati News
  • મુખ્ય બજારમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને પણ હાલાકી

મુખ્ય બજારમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને પણ હાલાકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્ય બજારમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને પણ હાલાકી



બાબરામાંપાણી પુરવઠા બોર્ડ દ્વારા ભુગર્ભ ગટરનુ કામકાજ છેલ્લા બે ત્રણ માસથી કરવામા આવી રહ્યું છે. પરંતુ કોઇ પ્રકારના આયોજન કે પુર્વ તૈયારી વગર ભુગર્ભ ગટરનુ ખોદકામ કરવામા આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. રહેણાંક વિસ્તારમાં પણ ખોદકામના કારણે રહિશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

શહેરમાં ભુગર્ભ ગટરના કામથી લોકોને ભારે અગવડતા પડી રહી છે. હાલ શહેરની મુખ્ય બજારમાં ગટરનું ખોદકામ કરવામા આવ્યુ હોય જેના કારણે વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અહી ખોદકામ થતા ગ્રામ્ય વિસ્તારોમાંથી હટાણુ કરવા આવતા લોકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત વેપારીઓને માલસામાનની હેરફેરમાં પણ તકલીફ પડી રહી છે.

ઉપરાંત ભુગર્ભ ગટરના કામમાં બાળ મજુરોનો ઉપયોગ કરવામા આવતો હોવાનુ પણ કહેવાય રહ્યું છે. સસ્તી મજુરીની લાલચમા કોન્ટ્રાકટરો કુમળી વયના બાળકો પાસે ખાડા ખોદવાનુ કામ તેમજ ચણતર જેવુ કામ કરાવી રહ્યાં હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે અહી ભુગર્ભ ગટરનુ કામ તાકિદે પુર્ણ કરવામા આવે તેમજ ખોદકામ બાદ પુરાણ સરખુ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.