• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરા| જિલ્લાસ્વામી તૃપ્તાનંદજી નર્મદાતટથી બાબરા મુકામે આવેલ છે. તેઓ સતત

બાબરા| જિલ્લાસ્વામી તૃપ્તાનંદજી નર્મદાતટથી બાબરા મુકામે આવેલ છે. તેઓ સતત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા| જિલ્લાસ્વામી તૃપ્તાનંદજી નર્મદાતટથી બાબરા મુકામે આવેલ છે. તેઓ સતત ભારતનું ભ્રમણ કરી લોકોની નિરંતર આરોગ્યની સેવા કરે છે. તેઓએ ૧૨વર્ષ સુધી નર્મદામૈયાની પગપાળા પરીક્ર્મા કરેલ છે. બાળવાયથી શાસ્ત્રો અને પુરાણોનું પણ જ્ઞાન ધરાવતા સ્વામીજી પાસે આરોગ્યનું પણ જબરું જ્ઞાન છે. ત્તે પોતાના આગવા જ્ઞાનથી લોકોની અવિરત પણે સેવા કરે છે. આયુર્વેદ અને હોમિયોપેથી ઉપચાર દ્વારા લોકોના અસાધ્ય રોગોનું વિનામુલ્યે નિદાન કરી સેવાકાર્ય કરી રહ્યાં છે.સ્વામીજીએ જણાવ્યું હતું કે આજની જિંદગી ભારે દોડધામવાળી બની ગઇ છે જેના કારણે લોકોના આહાર બદલતા મૂલ્ય જિંદગી રોગમાં ફસાઇ છે. અત્યારે વ્યક્તિ ધનસુખ તો બની છે પણ તનસુખ નથી કારણે વ્યક્તિ ભારે દુઃખી છે. તેઓ આજની યુવા પેઢી જે રીતે વ્યસનના ખપ્પરમાં હોમાય રહી છે તેને લઇને ભારે ચિંતા વ્યક્ત કરી હતી. સ્વામીજી આજે પણ એંશી વર્ષની આયુમાં યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. તેઓ ખોરાકમાં નિયમિત માત્ર પ્રવાહી લઇ પોતાનું જીવન પસાર કરે છે.

અન્ય સમાચારો પણ છે...