તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • અકસ્માતમાં માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા આધેડનું પ્રાણ પંખેરુ ઉડી ગયું

અકસ્માતમાં માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા આધેડનું પ્રાણ પંખેરુ ઉડી ગયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાનાલોનકોટડામાં રહેતા એક આધેડ પ્રસંગમાંથી જમીને પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. દરમ્યાન એક અજાણી કારના ચાલકે આધેડને હડફેટે લઇને તેનું મોત નિપજાવ્યુ હતુ. બારામાં બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

બાબરાના લોનકોટડામાં રહેતા પોપટભાઇ મુળજીભાઇ સાકરીયા (ઉ.વ.55) નામના આધેડ ગઇકાલે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, અહી રહેતા જેન્તીભાઇ જીવરાજભાઇ નામના આધેડ ગામમાં પ્રસંગ હોવાથી જમવા માટે ગયા હતા. અહીથી તેઓ જમીને ચાલીને પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. દરમ્યાન લોનકોટડાથી સાણથલી ગામ જવા તરફના રસ્તા પર કોઇ અજાણી કાર ચાલકે આધેડને હડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા આધેડને માથાના ભાગે ગંભીર ઇજાઓથી તેનુ મોત નિપજ્યુ હતુ. બારામાં બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર ચાલક સામે પોલીસે ગુનો દાખલ કરીને એ.એસ.આઇ ડી.ડી.ગોંડલીયાએ આગળની તપાસ ચલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...