તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • ઇંગોરાળાનાં દબંગ ઉદ્યોગપતિનો PSI પર હુમલાનો વિડીયો વાયરલ

ઇંગોરાળાનાં દબંગ ઉદ્યોગપતિનો PSI પર હુમલાનો વિડીયો વાયરલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ઉદ્યોગપતિની દબંગગીરીને પોતાના અંદાજમાં ડામી દીધી

બાબરાતાલુકાના ઇંગોરાળા ગામના દબંગ ઉદ્યોગપતિ જે.પી. ઠેશીયાએ સ્કૂલના આચાર્ય સાથે મારામારી કરતા થયેલા પોલીસકેસ બાદ તપાસમાં આવેલા પીએસઆઇને પણ લાફો ઝીંકી દેતા તેની ધરપકડ કરાઇ છે. જેની વચ્ચે આજે ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જો કે પોલીસે ઉદ્યોગપતિની દબંગગીરીને પોતાના અંદાજમાં ડામી દીધી હતી. કોઇ ઉદ્યોગપતિ પોતાની સંપતીમાંથી સમાજ માટે કોઇ સારૂ કામ કરે તો તે ચોક્કસ આવકાર્ય છે. પરંતુ નાણાના જોરે કુદી પોલીસ અધિકારીઓ પર પણ હુમલો કરવાની હરકત કરે તો અંજામ શું થાય તે ઇંગોરાળાના ઉદ્યોગપતિ જે.પી. ઠેશીયા સારી રીતે સમજી ગયા છે. થોડા દિવસ પહેલા ઇંગોરાળાની શાળાના આચાર્ય સાથે તેમણે તેમના ખાતામાં 1000ના દરની નોટ જમા કરાવવાના મુદે બોલાચાલી કરી માર માર્યો હતો. અંગેની ફરીયાદ નોંધાયા બાદ તપાસ માટે આવેલા પીએસઆઇ રામાવત સહિતના સ્ટાફ પર હુમલો કરી તેમને પણ માર માર્યો હતો. અંગે પોલીસે તેની ધરપકડ કરી યોગ્ય પાઠ તો ભણાવી દીધો પરંતુ આજે પીએસઆઇ પર હુમલાનો વિડીયો વાયરલ થતા લોકોએ ઉદ્યોગપતિની દબંગગીરી જોઇ હતી. મુદે આજે અમરેલી પંથકમાં ભારે ચર્ચા પણ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...