• Gujarati News
  • નગરસેવક દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત

નગરસેવક દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાંવોર્ડ નં-4માં બ્લોક રોડનું કામ એક માસથી અધુરૂ છોડી દેવામા આવતા વિસ્તારના નગરસેવક દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામા આવી છે. રોડનું ખાતમુહુર્ત કર્યા બાદ અને ખોદકામ કરી કામ અધુરૂ મુકી દેવામા આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શહેરના વોર્ડ નં-4મા બ્લોક રોડનું એકાદ માસ પહેલા ખાતમુહુર્ત કરવામા આવ્યું હતુ. બાદમાં વિસ્તારમાં ખોદકામ શરૂ કરાયું હતુ. જો કે બાદમાં કોઇ કારણોસર કામ બંધ કરી દેવામા આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારમાં જૈન દેરાસર, હવેલી તેમજ માતાજીના મંદિરે દર્શન માટે આવતા દર્શનાર્થીઓને ભારે અગવડતા પડી રહી છે.

પ્રશ્ને વિસ્તારના નગરસેવક પ્રમોદભાઇ રૂપારેલીયા દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામા આવી છે. કામ અધુરૂ મુકી દેવામા આવ્યું હોય વિસ્તારના રહિશોને વાહન ચલાવવુ પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ત્યારે એક માસથી બંધ થયેલ કામગીરી તાકિદે શરૂ કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.