તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખીજડીયાના યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો : રાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયાનાં ખેડૂતને શેઢા પાડોશીની ધમકી

દલીતયુવાન પર હુમલાની ઘટના બાબરા તાલુકાના મીંયાખીજડીયા ગામે ગઇકાલે બપોરના ચારેક વાગ્યાના સુમારે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહિંના દિનેશભાઇ કરશનભાઇ ચાવડા (ઉ.વ. 38) નામના દલીત યુવાન પર તે ગામના શાર્દુલ ભાયાભાઇ ભરવાડ, ધના ભીખાભાઇ ભરવાડ અને ગોબર ભીખાભાઇ ભરવાડ નામના શખ્સોએ હુમલો કર્યો હતો. અગાઉ બન્ને વચ્ચે ખેતરમાં માલઢોર ચરાવવાના મુદે બોલાચાલી થઇ હતી. દરમીયાન ગઇકાલે ગામના ગૌચરની માપણીનું કામ શરૂ હોય ત્યાં જતા ત્રણેય શખ્સોએ તેને માર મારી હડધુત કરી મારી નાખવાની ધમકી આપતા તેણે બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. અન્ય એક ઘટનામાં લીલીયાના ભીખાભાઇ વશરામભાઇ ભાલાળા (ઉ.વ. 60) નામના પટેલ ખેડૂતને તમારા ખેતરનું પાણી અમારા ખેતરમાં કેમ આવવા દો છો તેમ કહી ચીમન પ્રેમજી ભાલાળા અને અરવિંદ પ્રેમજી ભાલાળા નામના શખ્સોએ મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...