• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરામાં પાયાની સુવિધા મુદ્દે સ્વાગત કાર્યક્રમમાં રજુઆત

બાબરામાં પાયાની સુવિધા મુદ્દે સ્વાગત કાર્યક્રમમાં રજુઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઇવે પર રખડતા ઢોરની સમસ્યાનાં નિરાકરણની માંગ

બાબરાશહેરમાં ખરાબ રસ્તા, પીવાના પાણીની અછત, સ્ટ્રીટ લાઇટ અને હાઇવે પર રખડતા ઢોરની સમસ્યા અંગે સ્થાનિક કાર્યકર નરેન્દ્રભાઇ રાવલ દ્વારા આજે તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરવામાં આવી હતી.

બાબરા ખાતે મામલતદાર અને પાલીકાના ઇન્ચાર્જ ચીફ ઓફીસર ચિંતન વૈશ્નવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતીમાં તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક કાર્યકર નરેન્દ્રભાઇ રાવલે રજુઆત કરી જણાવ્યુ હતું કે વોર્ડ નં. 1માં પેવર બ્લોક અને આરસીસી બ્લોકના કામ અધુરા છોડવામાં આવ્યા છે. વિસ્તારમાં પાણી પણ ખુબ ઓછા પ્રેસરથી છોડવામાં આવે છે. જેથી ચાર હજાર જેટલા લોકોને પીવાના પાણીનો પ્રશ્ન રહે છે. વિસ્તારમાં ઓવર હેડ ટેંક બનાવવા પણ તેમણે માંગ ઉઠાવી છે. વોર્ડમાં મોટા પ્રમાણમાં ગંદકી થાય છે અને નિયમીત સફાઇ થતી નથી. મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. વિગેરે પ્રશ્નો રજુ કરાયા હતાં.

તેમણે એમ પણ રજુઆત કરી હતી કે અહિં સ્ટેટ હાઇવે પર કાયમ રખડતા પશુઓનો અડીંગો રહે છે. જેના કારણે અકસ્માતો સર્જાતા રહે છે.

સવારથી સાંજ સુધી હાઇવે પર ભારે ટ્રાફીક રહેતો હોય અને રસ્તા અને દવાખાનાઓ પણ અડીને આવેલા હોય સ્પીડબ્રેકરો મુકવાની જરૂર છે. શહેરમાં 300થી વધુ રખડતા પશુઓ અકસ્માત નોતરતા હોવાની તેમણે રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...