• Gujarati News
  • અમરેલીમાં મોડી રાત્રે ધીમી ધારે વરસાદ

અમરેલીમાં મોડી રાત્રે ધીમી ધારે વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવામાન બદલાતા ખેડૂતોને અનરાધાર વરસાદની આશા બંધાઇ
ભાસ્કરન્યૂઝ. અમરેલી
સમગ્રઅમરેલી જીલ્લામાં આજથી ફરી એકવાર વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. વાતાવરણમાં અચાનક બદલાવ આવતા સવારથી આકાશ વરસાદી વાદળોથી ઘેરાઇ ગયુ હતું. જો કે જીલ્લામાં ક્યાંય ધોધમાર વરસાદ તુટી પડયો હતો. માત્ર હળવા છાંટા પડતા રહ્યા હતાં. આવતીકાલ સુધીમાં સારા વરસાદની ખેડૂતો આશા રાખી રહ્યા છે.
અમરેલી શહેરમાં આજે સવારથી આકાશ વાદળછાયુ નઝરે પડયુ હતું. દિવસ દરમીયાન અવાર નવાર આકાશમાંથી ફુવારાઓ છુટતા હોય તેમ ઝરમર વર્ષા થઇ હતી. બપોર બાદ ભક્તોએ આવા છુટા છવાયા છાંટા વચ્ચે ગણપતિ વિસર્જન કર્યુ હતું. જો કે સાંજ સુધીમાં અહિં માત્ર એક મીમી વરસાદ નોંધાયો હતો.આવી સ્થિતિ જીલ્લાના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી. બાબરામાં પણ રાતના આઠ વાગ્યા સુધીમાં માત્ર ત્રણ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે લાઠીમાં ચાર મીમી વરસાદ નોંધાયો હતો. અમરેલીમાં પણ રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે વરસાદ તુટી પડયો હતો. કુંકાવાવમાં દિવસ દરમીયાન અવાર નવાર હળવા છાંટા વરસતા રહ્યા હતાં. દરીયાકાંઠાના રાજુલા-જાફરાબાદ પંથકમાં પણ સવારથી વાતાવરણ વાદળછાયુ હતું.