• Gujarati News
  • ખાંભા તાલુકાનાં જામકામાંથી નવ જુગારી ઝડપાયા

ખાંભા તાલુકાનાં જામકામાંથી નવ જુગારી ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા તાલુકાનાં જામકામાંથી નવ જુગારી ઝડપાયા
ખાંભા તાલુકાના જામકા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા લાલજી સોંડા, કાળુ મીઠા, મંગળ બુધા, રમેશ સવજી, વિપુલ વિરજી, વિનુ કલ્યાણ, ભાવેશ સવજી અને લાલજી ભોજા નામના શખ્સોની પોલીસેે ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી રૂા. ૮૫૮૦ની રોકડ રકમ કબજે લીધી હતી.
બાબરા-જાફરાબાદમાંથી વરલીના જુગારી ઝડપાયા
બાબરા પોલીસે કરીયાણા રોડ પર રહેતા દિપક મોહન પરમાર નામના કોળી શખ્સને રૂા. ૩૩૦ની રોકડ રકમ સાથે વરલીનો જુગાર રમાડતો ઝડપી લીધો હતો. આવી જ રીતે જાફરાબાદ પોલીસે કોળીવાડના રામજી લાખા બારૈયા નામના શખ્સને રૂા. ૩૦૦ની મતા સાથે વરલીનો જુગાર રમાડતા ઝડપી લીધો હતો.
વેરાવળ મેમણ અગ્રણી અને ફીશ ઉધોગપતિ ઈકબાલભાઈનું નિધન
વેરાવળ : વેરાવળ મેમણ સમાજનાં અગ્રણી અને ફીશ ઉધોગપતિ ઇકબાલભાઇ કેશોદવાલા (ઉ.વ.૬૦) નું આજે બીમારી સબબ રાજકોટ મુકામે અવસાન થયાનાં દુ:ખદ સમાચાર વેરાવળ શહેરમાં પ્રસરતા મુસ્લિમ સમાજ સહિત દરેક સમાજમાં શોકનું મોજુ પ્રસરી ગયેલ અને મેમણ સમાજનાં વેપારીઓએ પોતાના કામ ધંધા બંધ રાખેલ હતા. સ્વ.હાજી સતારભાઇ કેશોદવાલાનાં એકનાં એક પુત્ર ઇકબાલભાઇ કેશોદવાલા છેલ્લા ઘણા વર્ષોથી ફીશ ઉધોગમાં કાર્યરત રહી સારી એવી પ્રગતિ મેળવી ફીશ એ ાપોર્ટ ોત્રે અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યોહતો. છેલ્લા એકાદ વર્ષથી તેઓને કેન્સર હોવાથી રાજકોટ સારવાર લઇ રહેલ અને આજે સવારે રાજકોટ સારવારમાં તેમનું મત્યુ નિપજેલ હતું. સ્વ.ઇકબાલભાઇનો જનાજો આજે સાંજે તેમના નિવાસ સ્થાન શાહીગરા કોલોની ખાતેથી નિકળેલ જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજનાં આગેવાનો, ફીશ ઉધોગપતિઓ સહિત દરેક સમાજનાં અગ્રણીઓ બ્હોળી સંખ્યામાં જોડાયેલ હતા. સદ્દગતની જીયારત તા.૨૨ ને શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકે બહારકોટ અકબરી મસ્જિદ, વેરાવળ ખાતે રાખેલ છે.
ન્યૂઝ ઇનબોકસ