તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • અમરેલીમાં શાકભાજીનાં ભાવ આસમાને, ટમેટા અને મરચાનાં 1 કિલોનાં 100 રૂપિયા

અમરેલીમાં શાકભાજીનાં ભાવ આસમાને, ટમેટા અને મરચાનાં 1 કિલોનાં 100 રૂપિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર નાસી છુટયા : રૂ.2340 નો મુદામાલ કબજે

રાજુલા તાલુકાનાં બર્બટાણામાંથી ચાર શખ્સો જુગાર રમતા ઝડપાયા

બાબરામાં મતદાર જાગૃતિને લઇ આજે બાઇક રેલી નિકળશે

તુરીયા-ભીંડાનાં 60, દુધી- પરવળનાં 40 રૂપિયે કિલો થતા ગૃહિણીઓમાં કચવાટ

અમરેલીમાંદિવસેને દિવસે શાકભાજીના ભાવ વધતા જાય છે. જેના કારણે લોકો હવે શું ખાશે તેવો પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે. ગરીબ પરિવારના લોકો માટે એક પણ શાકભાજી ખરીદી શકાય તેમ નથી. કારણ કે બધા શાકભાજીના ભાવ એક કિલોએ 100 રૂપિયા થઇ ચુક્યા છે. જેના કારણે લોકોને શાક માર્કેટમાં જવું મશ્કેલ થઇ ચુક્યું છે. અમરેલી શહેરમાં વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. પહેલાં શાકભાજીના ભાવ એક કિલોના 60 થી 80 રૂપિયા હતા. જે અત્યારે વધીને 100 રૂપિયા થઇ ચુક્યા છે. જેના કારણે લોકોને શાકમાર્કેટમાં પગ મુકવો મુશ્કેલ થઇ ગયું છે. આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા લોકો માટે શું ખાવું તે મુશ્કેલ થઇ ચુક્યું છે. લોકોને માત્ર કઠોળ પર જીવવું પડે તેવી પરિસ્થિતિ થઇ ચુકી છે.અમરેલી શાકમાર્કેટમાં શાકભાજીના ભાવ જોઇએ તો ટમેટા 100 રૂપિયા કિલો, તુરીયા 60 રૂપિયા કિલો, દૂધી 40 રૂપિયા કિલો, પરવર 40 રૂપિયા, ભીંડો 60 રૂપિયા કિલો, મરચા 100 રૂપિયા કિલો, કોથમીર 150 રૂપિયા કિલો ભાવ જોવા મળે છે. જેના કારણે આર્થિક રીતે નબળી પરસ્થિતિ ધરાવતા લોકો શાકભાજી ખરીદી શકતા નથી.

વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ ઉંચકાયા

અમરેલીશાકમાર્કેટમાં શાકભાજીના વેપાર કરતા કિશનભાઇ મજેઠીયાના જણાવ્યા અનુસાર, થોડા દિવસોથી શાકભાજીના ભાવ ઉંચકાયા છે. જેના કારણે લોકો માટે શામભાજી ખરીદવું મુશ્કેલ થઇ ચુક્યું છે. લોકોને શું ખાવું તે પ્રશ્ન થઇ ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...