તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દામનગરમાં દલિત સમાજની મૌન રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવળીયામાં દલિત સમાજનાં ટેકામાં વેપારીઓએ બંધ પાળ્યો


દામનગરમાદલિત સમાજ દ્વારા સમઢીયાળાની ઘટનાને વખોડી મૌન રેલી કાઢી પ્રાંત અધિકારી મારફત રાજયપાલને આવેદન પાઠવ્યું હતુ. તો જાફરાબાદમા પણ સમસ્ત દલિત સમાજ દ્વારા મામલતદાર મારફત રાજયપાલને આવેદન પાઠવી ઉગ્ર રજુઆત કરવામા આવી હતી.

દામનગરમા દલિત સમાજ દ્વારા પાઠવવામા આવેલા આવેદનપત્ર પાઠવી ઉના તાબાના સમઢીયાળા ગામે દલિત યુવકો પર થયેલા અત્યાચારની ઘટનાને સખત શબ્દોમા વખોડી કાઢી હતી. અહી સવારે ડો. આંબેડકર ચોકથી અવેડા ચોક સુધી મૌન રેલી યોજાઇ હતી. રેલીમાં પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઇ જયપાલ, ભરતભાઇ બોરીચા, સુરેશભાઇ, રમેશભાઇ, મનસુખભાઇ સહિત આગેવાનો તેમજ માનવ અધિકાર પંચના નીરૂબેન જયપાલ સહિત જોડાયા હતા.

જાફરાબાદ ખાતે પણ સમસ્ત દલિત સમાજ દ્વારા મામલતદાર મારફત રાજયપાલને પાઠવેલા આવેદનમા જણાવાયુ હતુ કે સમઢીયાળામા દલિત ભાઇઓ મરેલી ગાયનુ ચામડુ ઉતારતા હતા ત્યારે કહેવાતા ગૌરક્ષા સમિતીના શખ્સોએ ઢોરમાર મારેલ અને ગાડી પાછળ બાંધીને યુવકોને ઢસડી અત્યાચાર ગુજારેલ. એક માસ પહેલા રાજુલામા પણ આવી એક ઘટના બની હતી. સરકારના જવાબદાર અધિકારીઓએ સમયાંતરે ગામડે દલિતવાસની મુલાકાત લઇ પ્રશ્નો સાંભળવાની પણ જોગવાઇ કરાયેલ છે પરંતુ સવર્ણ અધિકારીઓ આભડછેટને લીધે દલિતવાસમા આવતા નથી અને પ્રશ્નોનો કોઇ ઉકેલ આવતો નથી. ત્યારે સમઢીયાળાની ઘટનાને વખોડી દોષિતોને સજા ફટકારાય તેવી માંગ કરાઇ હતી.

જવાબદારો સામે પગલા લઇ કડક સજા કરવા માંગ કરી. તસ્વીર-કે.ડી.વરૂ

જાફરાબાદમાં મામલતદારને આવેદન આપી રાજ્યપાલને રજૂઆત : રાજુલામાં બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો