તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં RTO 11.85 લાખની ટેકસ ચોરી ઝડપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલીજિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. પીપાવાવ તેમજ બાબરા હાઇવે રોડ પર વાહન ચેકીંગ હાથ ધરી કુલ રૂપિયા 11.85 લાખની ટેકસ ચોરી પકડી વસુલાત કરવામા આવી હતી.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જી.એમ.પટેલે જણાવ્યું હતુ કે મોટર વાહન નિરીક્ષક એન.એલ.રાઠોડ અને સહાયક મોટર વાહન નિરીક્ષકની ટીમ દ્વારા અમરેલી જિલ્લામાં સંયુકત ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતુ. જિલ્લાના પીપાવાવ અને અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા તેમજ બાબરા વિગેરે હાઇવે રોડ પર વાહન ચેકીંગની કામગીરી કરવામા આવી હતી. પીપાવાવ પોર્ટના સ્ટાફની હેરાફેરી કરતા પેસેન્જર બસની ટેકસ ચોરી પકડી ટેકસ પેટે રૂપિયા 8.58 લાખ, પેનલ્ટી પેટે રૂ. 1.39 લાખ તથા વ્યાજના રૂ. 77.238, સીએફના રૂ. 1,10,600 મળી કુલ 11,85,050ની ટેકસ ચોરી પકડીને વસુલાત કરવામા આવી હતી.

આગામી સમયમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તથા પોલીસ વિભાગ દ્વારા સંયુકત ચેકીંગ કરવામા આવનાર છે. વાહન ટેકસ ચોરી તથા નિયમોનુસાર નંબર પ્લેટ જે વાહન ધારકોએ નહી લગાવેલ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી ડિટેઇન કરવામા આવશે. એચએસઆરપી નંબર પ્લેટ ફિટ કરાવેલ હોય તેમણે અસલ દસ્તાવેજ સાથે અમરેલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું હતુ. આરટીઓ દ્વારા કામગીરી હાથ ધરાતા ટેકસ ચોરી કરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો