સંગઠન શક્તિ દ્વારા આગામી પેઢીને પીઠબળ મળે અને સામાજિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંગઠન શક્તિ દ્વારા આગામી પેઢીને પીઠબળ મળે અને સામાજિક એકસૂત્રતા કેળવાય તેવા ઉદાત હેતુને સર કરવા બાબરા વી.એલ.ગેલાણી ભવન ખાતે બાબરા તાલુકા સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલકોનું અધિવેશન મળ્યું હતું.

બાબરા વી.એલ.ગેલાણી ભવન ખાતે મળેલા અધિવેશનમાં જિલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલ, તેમજ ઉપપ્રમુખ દિપકભાઇ વઘાસીયા ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના તમામ નાના-મોટા શાળા સંચાલકોએ ઉપસ્થિત રહી પોતાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્નો કર્યા હતા. તેમજ આવનાર પેઢીને મૂલ્યલક્ષી કેળવણી , ભારતીય વારસો, બાળકની આંતરિક સૂઝ વધે તેવી પ્રવૃતિઓ માટે માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના પ્રાસંગિક પ્રવચનમાં દિપકભાઇ વઘાસીયા દ્વારા પણ સંચાલકોને બાળકના રોલ મોડેલ બનવા તેમજ સાચા અર્થમાં તેઓ કેળવણીકાર બને તે માટે જરૂરી માર્ગદર્શન પોતાની આગવી શૈલીમાં આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...