ખેડૂતોને કપાસનાં પ્રિમીયમમાં રાહત આપવા માંગ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાતાલુકાના ખેડૂતોમાં કપાસના પ્રીમીયમને લઇને ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલ ધિરાણ ઉપર કપાસમાં પાંચ ટકા પ્રીમીયમ છે તેમજ મગફળીમાં બે ટકા પ્રીમીયમ ખેડૂતો દ્વારા ભરવામાં આવે છે. જે ખેડુતોને પોસાય તેમ નથી તેમછતા નાછૂટકે ફરજીયાતપણે ભરવાનો નિયમ હોવાથી ભરવુ પડે છે.

ખેડુતોના જણાવ્યા અનુસાર વર્ષે મોટાભાગના ખેડૂતોને બબ્બે વખત કપાસનું બિયારણ નિષ્ફળ નિવડયું છે. ત્યારે જો તેના પ્રીમીયમમાં રાજ્ય સરકાર રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. બાબરા તાલુકાના ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે ગયા વર્ષે રાજ્ય સરકાર દ્વારા કપાસના પ્રીમીયમમાં ત્રણ ટકાની રાહત આપી હતી. જેથી ખેડૂતોને માત્ર બે ટકા પ્રીમીયમ ભરવાનું રહેતું હતું.પણ વર્ષે રાજ્ય સરકાર દ્વારા અચાનક કપાસના બિયારણના પ્રીમીયમમાં કોઈપણ પ્રકારની રાહત આપવામા આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. વળી બેંકોમાં પ્રીમીયમની વસુલાત પણ ફરજિયાત છે. ખેડૂત બેંકમાં ધિરાણ મેળવે એટલે સીધું પ્રીમીયમ કાપી લેવામાં આવે છે. રાજ્ય સરકારની નીતિના કારણે ખેડૂતો વ્યાજના ચક્કરમાં આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...