ઇજાગ્રસ્તોને સારવારમાં હોસ્પિટલે ખસેડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઇકાલે બાબરામાં આવેલા રાજકોટ ભાવનગર હાઇવે રોડ પર આવેલ કોર્ટ બિલ્ડીંગ પાસે એક મોટરસાયકલના ચાલકે પાછળથી પુરઝડપે અને બેફીકરાઇભરી રીતે ચલાવીને તાઇવદરના મોટરસાયકલ ચલાવતા યુવક સહિત તેની પત્ની બહેનને ઇજાઓ કરી હતી. બાદ તમામને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બારામાં ઇજાગ્રસ્તે યુવકે બાબરા પોલીસ મથકમાં બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

બાબરા તાલુકાના તાઇવદરમાં રહેતો અશોકભાઇ કાળુભાઇ ડાંગર નામનો યુવક પોતાની મોટરસાયકલમાં તેની પત્ની અને તેની બહેન કાજલને લઇને જઇ રહ્યો હતો. જેમાં યુવકની મોટરસાયકલ સાથે એક ઇસાપર ગામમાં રહેતો રમણીક નાનજી કાચા નામના શખ્સે પાછળથી પુર ઝડપે અને બેફીકરાઇ ભરી રીતે ચલાવીને ભટકાવી હતી. બનાવ બાબરામાં આવેલા રાજકોટથી ભાવનગર હાઇવે રોડ પર બન્યો હતો. જે અકસ્માત સર્જાતા યુવક સહિત મોટરસાયકલમાં બેસેલ તેની પત્ની અને તેની બહેનને શરીરના ભાગે ઇજાઓ થઇ હતી.આ બનાવ બાદ તમામને સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા છે. જ્યા તેઓની સારવાર ચાલી રહી છે. બનાવ બનતા યુવકે બાબરા પોલીસ મથકમાં બનાવની ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે મોટરસાયકલ સામે ગુન્હો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...