ચમારડીમાં આજે 201 સમુહ લગ્નોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જી.પી.વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન, સંતો મહંતોની ઉપસ્થિતી રહેશે

બાબરા તાલુકાના ચમારડીમાં આવતીકાલે જી.પી.વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પાંચમો સમુહ લગ્નોત્સવમાં 201 દિકરીઓને પરિણય પર્વ સર્વ ધર્મ સર્વ સમાજના હેતુથી ગોપાલભાઇ વસ્તરપરા દ્વારા લેવાયેલી પ્રતિજ્ઞામાં આજે 201 યુગલો પ્રભુતામાં પગલા પાડશે. અને પર્વે સંતો અને બહારથી આવેલા મહેમાનો દ્વારા આશિર્વાદ અપાશે.લગ્નોત્સવની સાથે દિકરી વધાવો દિકરી ભણાવો અને દિકરીને ગૌરવભર્યુ જીવન આપો સિધ્ધાંત અને ઉદેશ્ય સાથે ગોપાલભાઇ અને તેમના પરિવાર દ્વારા ચમારડીમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં નેત્રદાન-શ્રેષ્ઠદાન, પર્યાવરણ બચાવો,રકતદાન જીવનદાન જેવી સામાજને ઉપયોગી ઉમદા કાર્ય સારા ઉદેશ્ય સાથે ચમારડી ખાતે કરવામાં આવશે.સર્વધર્મ સર્વ સમાજના ઉદેશ્યને સાથે લઇને ચાલનારા ગોપાલભાઇ વસ્તરપરાનું કહેવુ છે કે આજે દરેક સમાજ દરેક ક્ષેત્રમાં પ્રગતિના સોપાનો સર કરેલ છે. પ્રગતિ સાથે સમજણ જાગૃતિ પણ જરૂરી છે. સમુહ લગ્નોત્સવના માધ્યમથી સમાજ સંગઠન જાગૃતિ, ઉત્કર્ષ અને દિકરીઓના ગૌરવભેર ભવ્ય લગ્ન કરી સમાજને નવો વિચાર આપવાનો નમ્ર પ્રયાસ છે. પ્રસંગે સમારંભના અધ્યક્ષસ્થાને શ્રી વિસામણબાપુની જગ્યાના પ.પુ.શ્રી નિર્મળાબા ઉપસ્થિત રહેશે તથા પ.પૂ.દેવીપ્રસાદ મહારાજ,પ.પૂ.મેઘમંડલેશ્વર, પ.પૂ.મહામંડલેશ્વર મહંતશ્રી કણીરામ બાપુ, પ.પૂ.વિજયબાપુ, પ.પૂ.મુળદાસ બાપુ. પ.પૂ.મનજીબાપા, પ.પૂ.ભક્તિરામ બાપુ, પ.પૂ.વસંતદિદિ,ધર્મબંધુજી તથા પીર તરીકે અલ્લાહુજ સરકાર સૈયદ મહંમદ દાદા બાપુ કાદરી અને પીર તરીકે સૈયદ દિલાવર બાપુ ચિસ્તી ઉપસ્થિત રહેશે.

નવરત્નોનુ સન્માન કરાશે

અહીસમુહ લગ્નોત્સવની સાથે બાબરા તેમજ લાઠી વિસ્તારના વતનીઓ અને સમાજ સેવા તેમજ અન્ય સેવાકીય કાર્યો કરનાર નવરત્નોનુ વિશેષ સન્માન કરવામા આવશે.

બેટીબચાવો, પર્યાવરણ બચાવો અને રકતદાન કેમ્પ

ભવ્યલગ્નોત્સવની સાથે લોક હીતમાં અને માનવસેવાને નજરે રાખીને ગોપાલભાઇ વસ્તરપરાના ઉતમ વિચારોથી અહી બેટી બચાવો-સમાજ બચાવો, સમાજનો સળગતો પ્રશ્ન-દિકરા દિકરીની સમતુલા છે અને સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા જાહેર અપીલ કરી છે. અને પર્યાવરણ બચાવો ધરતી માંગી રહી છે વરદાન, ચાલો આપીએ વૃક્ષદાન. વૃક્ષએ પરોપકારી સંત છે.વૃક્ષારોપણ કામ મહાન,એક વૃક્ષ દસ પુત્ર સમાન જેવા ઉતમ વિચારોને લઇને ચાલનારા ગોપાલભાઇ વસ્તરપરા દ્વારા શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે. અને લગ્નોત્સવનીમાં રકતદાન શિબીર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...