• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સબસીડી ચુકવવા માટે ગ્રાંટ આવી નથી

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સબસીડી ચુકવવા માટે ગ્રાંટ આવી નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય ઉંધાડ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામા આવી

આજનાયુવાનો ભારત દેશનું ભવિષ્ય છે. અને યુવાનોને સરકાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રોજગારી આપવામાં આવે છે. છતાં પણ આજે ઘણાં યુવાનો રોજગારીમાં જીવી રહ્યા છે. અને તેમને નોકરી-ધંધા માટે લોન પણ નથી આપવામાં આવતી. તેથી વહેલી તકે સબસીડી પેટે લોનની ગ્રાન્ટ ફાળવવા માંગણી કરાઇ છે.

લાઠી-બાબરાના ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે જણાવ્યું છે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બેરાજગારોને નાના-મોટા વેપાર કે ધંધો કરવા માટે સબસીડી સાથે લોનની સહાય કરી આપે છે. અને યુવાનોને જીંદગીનો આધાર બને છે.જે અરજદારોને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી લોન પેટે જે સબસીડી ચુકવવાની હોય છે તેની ગ્રાન્ટ છેલ્લા 6 માસથી આવી નથી. જેથી યુવાનોને લોનના વ્યાજનો બોજો પડે છે.

બાબતે લાઠી-બાબરાના ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે ઉચ્ચકક્ષાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સબસીડી પેટેની ગ્રાન્ટ સત્વરે ફાળવવા માટે રજૂઆત કરી માંગણી કરી છે.

સરકાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઘણાં યુવાનોને રોજગારી મળી છે અને અત્યારે પણ મળે છે.તેથી વહેલી તકે સબસીડી પેટેની ગ્રાન્ટ ફાળવવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...