તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનાં સદસ્યનાં અવસાનથી બેઠક ખાલી પડી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાનગરપાલિકાના એક વોર્ડની ખાલી પડેલી બેઠક માટે આજે પેટા ચુંટણી યોજવામા આવતા 65 ટકા મતદાન થયુ હતુ. અહી સવારથી મતદારોએ મતદાન માટે લાઇન લગાવી હતી.

બાબરા નગરપાલીકામા કોંગ્રેસ અને ભાજપના બે ઉમેદવારો વચ્ચે એક વોર્ડની પેટા ચુંટણીનો જંગ જામ્યો છે. અહી વોર્ડ નં-1ના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય વેલજીભાઇ ધોળકીયાનુ અવસાન થતા તેમની સીટ ખાલી પડી હતી જેના માટે જાહેરનામુ બહાર પડતા ભાજપા તરફથી જગદીશભાઇ વાવડીયા અને કોંગ્રેસ તરફથી બટુકભાઇ મુંધવાએ ઉમેદવારી નોંધાવી હતી.

દરમિયાન આજે લાઠીના પ્રાંત અધિકારી આર.એસ.ઠુંમર અને બાબરાના મામલતદાર ચિંતન વૈષ્ણવની દેખરેખ હેઠળ પેટા ચુંટણી યોજાતા સવારથી મતદારોમા ઉત્સાહ જોવા મળતો હતો. અને સાંજ સુધીમા 65 ટકા જેટલુ મતદાન થયુ હતુ. બંને પક્ષોએ પોતાના વિજયનો દાવો કર્યો હતો. આગામી મંગળવારે મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામા આવશે. કોણ જીતશે કોણ હારશે તેની ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...