• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • લાઇબ્રેરીનાં અનેક દુર્લભ પુસ્તકો પલળી જતાં વાંચન પ્રેમીઓને આઘાત

લાઇબ્રેરીનાં અનેક દુર્લભ પુસ્તકો પલળી જતાં વાંચન પ્રેમીઓને આઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાંથોડા દિવસ પહેલા ભારે વરસાદના કારણે ઘોડાપુર આવ્યું હતું. જેમાં લોકોના ઘરમાં તેમજ દુકાનોમાં પુરના પાણી ઘૂસી જતા વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતુ. ઉપરાંત અહીની સરકારી પુસ્તકાલયમા પાણી ઘુસી જતા ફર્નિચર અને પુસ્તકોને પણ નુકશાની થઇ હતી. બાબરામાં શિવાજી ચોકમાં આવેલ સરકારી તાલુકા પુસ્તકાલયમાં પણ પુરના પાણી ઘૂસી જતા અહીં પુસ્તકો અને ફર્નિચર તેમજ રદી પસ્તીને મોટું નુકસાન પહોંચું હતું. પુસ્તકાલયના ગ્રંથપાલ હીનાબેન શાહે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા પડેલા ભારે વરસાદના પગલે પુરનું પાણી પુસ્તકાલયમાં આવી જતા અહીં કબાટમાં રાખેલ પુસ્તકો તેમજ કચેરી સાહિત્ય રદી પસ્તી અને ફર્નિચરને નુકશાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...