તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા પંથકમાં લોકોનાં રક્તની ચકાસણી કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રામકૃષ્ણ કલામ પ્રોજેક્ટ અંતર્ગત બેઠકમાં ઉદ્યોગપતિઓએ આપી હાજરી

રામકૃષ્ણકલામ પ્રોજેક્ટ અંતર્ગત લીલીયા, લાઠી બાદ બાબરા પંથકની જનતાનાં રક્તની ચકાસણી વિનામુલ્યે શરૂ કરવામાં આવી છે. કાર્ય માટે લાઠીનાં દુધાળાનાં વતની ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા ભરપૂર સહયોગ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત બાબરા પંથકના તમામ આગેવાનોની બેઠક બાબરા ખાતે જલારામ મંદિરે યોજાઇ હતી.

જેમાં ઉપસ્થિત રહેવા માટે ગોવિંદભાઇ ધોળકીયા, ઉપરાંત ગોપાલભાઇ વસ્તરપરા, હિંમતભાઇ સોરઠીયા, ભગવાનભાઇ પાંચટોપરા, વી.બી. નારોલા, ધીરૂભાઇ માલવીયા, ગોપાલભાઇ વેલજીભાઇ, અશોકભાઇ સહિતના ભામાશા ઉદ્યોગપતિઓ સાંજે હવાઇ માર્ગે સુરતથી અમરેલી આવી પહોંચ્યા હતા. પ્રોજેકટ અંતર્ગત લાઠી, લીલીયા અને બાબરા વિસ્તારના ગ્રામ્ય પંથકના લોકોના લોહીની ચકાસણી કરી નિદાનનો એક સુંદર કાર્યક્રમ હાથ પર લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો