તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગસરામાં આગામી 24મીએ નેત્રરોગ નિદાન કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેસીસ ગુપની હોસ્પિટલ ખાતે 444મો કેમ્પ

બગસરાજેસીઝ ગૃપ સંચાલિત શા. માણેકચંદ મુળચંદ સાર્વજનીક ટ્રસ્ટ આંખની હોસ્પીટલ બગસરા ખાતે તા. આગામી તા.24 માર્ચના રોજ કેમ્પ નં. 444મો વિનામુલ્યે નેત્રરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો વિસ્તારના લોકોએ લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.આ કેમ્પ સ્વ. ભાદાભાઇ રણછોડભાઇ ભાલાળા, સ્વ. મણીબેન ભાદાભાઇ ભાલાળા, સ્વ. ધનજીભાઇ ભાદાભાઇ ભાલાળાના સ્મરણાર્થે કરવામાં આવશે. સ્વ. ભાનુબેન ધનજીભાઇ ભાલાળા, ભરતભાઇ ડી. ભાલાળા, રાજેશભાઇ ડી.ભાલાળા, મૌલિક બી. ભાલાળા, દિશાંત આર. ભાલાળાના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ આગામી 24મી માર્ચના રોજ અહીં આંખની હોસ્પિટલ ખાતે યોજાશે.રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી નેત્રમણી ફ્રી બેસાડી દેવામાં આવશે. ઓપરેશન માટે દાખલ થનાર દર્દીઓને વિનામુલ્યે ભોજન તેમજ આવવા જવાની વ્યવસ્થા ફ્રી કરવામાં આવી છે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓને કેમ્પ સમયે સવારે 9 કલાકે હાજર રહેવું. તેમ ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો