Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાબરા પંથકમાં ભાવભેર ઉજવાશે ગુરૂપુર્ણિમા પર્વ
બાબરાપંથકમાં ઠેરઠેર ગુરૂપુર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામા આવશે. ગુરૂનુ સેવકો દ્વારા પુજન અર્ચન કરી ગુરૂવંદના કરવામા આવશે. પ્રસંગે મહાઆરતી, ભજન, ધુન, પ્રસાદ સહિતના કાર્યક્રમો માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
બાબરામા આવેલ તાપડીયા આશ્રમ ખાતે પુજય ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમા ગુરૂપુર્ણિમાના દિવસે સવારે દયારામબાપુની પુજા અર્ચના કરી ગુરૂવંદના કરાશે. બાદમાં પુજય ઘનશ્યામદાસબાપુના સેવકો મોટી સંખ્યામા બાપુના આશિર્વાદ લેવા ઉમટી પડશે. અહી મહાઆરતી, પ્રસાદ તેમજ રાત્રીના ધુન, ભજન સહિતના કાર્યક્રમો યોજાશે.
ઉપરાંતા અહી આવેલ ગેબી વિસામા આશ્રમ ખાતે મહંત રાજુબાપુના સાનિધ્યમા ગુરૂપુર્ણિમા ઉજવાશે અહી પણ પુજનઅર્ચન સહિતના કાર્યક્રમો યોજાશે. તો તાલુકાના લીંબડીયા ગામ પાસે આવેલ સાત હનુમાનજીની જગ્યા ખાતે મહંત ધીરૂબાપુના સેવકગણ દ્વારા પુજન અર્ચન સહિતના કાર્યક્રમો યોજાશે.
રાજકોટ ભાવનગર રોડ પર આવેલ ઢસા ગામ નજીક જીવાઇ સતાધારની જગ્યા ખાતે મંદિરના ગાદીપતિ સીતારામબાપુના સાનિધ્યમા પણ સેવક સમુદાય ઉમટી પડશે. અહી આરતી, પ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે તેમ પુજારી હરિભગતે જણાવ્યું હતુ.