તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • બાબરા નજીક કાર પલટી ખાતા રાજકોટના ગરાસીયા પરિવારના ચારને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા નજીક કાર પલટી ખાતા રાજકોટના ગરાસીયા પરિવારના ચારને ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટનોગરાસીયા દરબાર પરિવાર આજે ભાવનગરના રાજપરા ખાતે માતાજીના દર્શને જઇ રહ્યો હતો ત્યારે બાબરાના ઉંટવડ નજીક તેમની કાર ખાળીયામા પલટી ખાઇ જતા ચાર વ્યકિતને ઇજા પહોંચી હતી જે તમામને સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયા છે. અકસ્માતની ઘટના આજે બાબરા તાલુકાના ઉંટવડ ગામ નજીક બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટના ગંભીરસિંહ વરસુભા અનકસિંહ વરસુભા ઇન્દ્રજીત અનકસિંહ અને સત્યસિંહ અનોપસિંહ એમ ગરાસીયા પરિવારના ચાર લોકો પોતાની કાર નંબર જીજે 3 એફ કે 2808 લઇ ભાવનગર નજીક આવેલ રાજપરા ખોડિયાર માતાજીના મંદિર દર્શન કરવા જવા માટે નીકળ્યાં હતા. તેમની કાર જયારે બાબરાના ઉંટવડ નજીકથી પસાર થતી હતી ત્યારે કાર અચાનક ખાળીયામા પલટી ખાઇ ગઇ હતી. જેથી ચારેયને ઇજા પહોંચી હતી. બાબરા પાલિકાના સદસ્ય બાવકુભાઇ બસીયા, વકિલ પ્રતાપભાઇ ખાચર, એ.પી.વાળા, મહેશભાઇ વાળા, વનરાજભાઇ વિગેરે સમયે અહીથી પસાર થતા હોય ચારેય ઘાયલોને કારમાથી બહાર કાઢયા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે બાબરા દવાખાને ખસેડયા હતા અને રાજકોટ રિફર કરી દેવાયા હતા.

કાર પલ્ટી જતાં 4 વ્યક્તિને ઇજા પહોંચી હતી. તસવીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો