કાર ચાલકને ઇજા પહોંચતા સારવારમા ખસેડવામાં આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાતાલુકાના ઉંટવડ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા કાર ચાલકને ઇજા પહોંચતા પ્રથમ સારવાર માટે બાબરા દવાખાને અને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતા.

કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બાબરા તાબાના ઉંટવડ ગામ નજીક બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર બાબરાની વિવેકાનંદ સ્કૂલના ટ્રસ્ટી મહેશભાઈ કોરાટ બાબરાથી રાજકોટ ખાતે કોઈ કામ સબબ પોતાની કાર લઇને જઇ રહ્યાં હતા ત્યારે ઉંટવડ ગામ નજીક સામેથી આવી રહેલ ટ્રક સાથે જોરદાર અકસ્માત થતા કારમાં બેઠેલ મહેશ ભાઈ કોરાટને માથાના ભાગે ઇજા પહોંચી હતી. તેઓને પ્રથમ બાબરાના સરકારી દવાખાને અને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતા. જો કે બારામા હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

અન્ય સમાચારો પણ છે...