અમરેલી-બાબરા-લાઠી અને લીલીયામાં ઝાપટાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવસભર રહ્યું વાદળછાયું વાતાવરણ

અમરેલીપંથકમા આજે સવારથી આકાશમા વાદળો ઘેરાયા હતા અને સાંજ સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ. જો કે અમરેલી, બાબરા, લાઠી, લીલીયા પંથકમા માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા.

અમરેલી જિલ્લામા થોડા દિવસ પહેલા સાર્વત્રિક મેઘમહેર થઇ હતી જેને પગલે નદી નાળાઓ અને ચેકડેમો છલકાઇ ઉઠયાં હતા. અમરેલીમા આજે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ અને અહી વરસાદી ઝાપટા વરસ્યા હતા.

બાબરામા પણ આજે આકાશમા વરસાદી વાદળો જોવા મળ્યાં હતા અને અહી પણ માત્ર હળવા ઝાપટા પડયા હતા. તો લાડી અને લીલીયામા પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. જિલ્લામા અન્યત્ર કયાંય પણ વરસાદના વાવડ સાંપડયા હતા. હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહિ કરી છે.

અન્ય સમાચારો પણ છે...