• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગિરીની પોલ ખુલી

પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગિરીની પોલ ખુલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાઆશરાનગર વિસ્તારમા આજે બપોરના સુમારે અહીથી પસાર થતી એક ગાય વિજપોલને અડકી જતા વિજશોક લાગવાથી તેનુ મોત નિપજયુ હતુ. જેને પગલે અહી સ્થાનિક રહિશો દોડી ગયા હતા અને તંત્રની પ્રિમોન્સુન કામગીરી અંગે રોષ વ્યકત કર્યો હતો.

બાબરામાં ચોમાસાની ઋતુને લઇને કોઈ અઘટિત ઘટના બને તે માટે દરેક વિભાગને પ્રિમોન્સુનની યોગ્ય કામગીરી કરવા જિલ્લા કલેકટર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. પણ મોટાભાગના વિભાગો દ્વારા પ્રિમોન્સુનની કામગીરી માત્ર કાગળ પર બતાવી દેવામાં આવે છે. પણ જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે તેની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે.

આવી એક ઘટના બાબરામાં વૉર્ડ ૬માં આવેલ આશરાનગર વિસ્તારમાં બપોરે બની હતી. અહી એક વિજપોલને અહીથી પસાર થતી એક ગાય અડી જતા તેને વિજશોક લાગતા તડફડીને મોતને ઘાટ ઉતરી ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને હજુ પશુ ડોક્ટરને બોલાવે તે પહેલા ગાયનુ ઘટના સ્થળે મોત નિપજતા વિસ્તારના રહીશોમા પીજીવીસીએલના અધિકારીઓ સામે રોષ વ્યકત કરવામા આવ્યો હતો.

વીજ શોક લાગતા મૃત હાલતમાં પડેલી ગાય નજરે પડે છે.તસ્વીર- રાજુબસીયા

અન્ય સમાચારો પણ છે...