તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરામાં જર્જરીત ખુલ્લા ટાંકામાંથી ગાયને જેસીબીની મદદથી બચાવાઇ

બાબરામાં જર્જરીત ખુલ્લા ટાંકામાંથી ગાયને જેસીબીની મદદથી બચાવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખુલ્લી ગટરો, ટાંકા અવાર નવાર જોખમી બને છે પશુ માટે

બાબરાનામામલતદાર કચેરી નજીક આવેલ જર્જરીત ખુલ્લા ટાંકામાં આજે એક ગાય પડી જતા ત્રણ કલાકની ભારે જહેમત બાદ મહા મુસીબતે ગાયને ટાંકાની બહાર કાઢવામાં આવી હતી. અહિંની ખુલ્લી ગટરો અને આવા ટાંકા ગાયો માટે કાયમ જોખમી બની રહ્યા છે.

બાબરાની મામલતદાર કચેરી નજીક આવેલ અન્ડરગ્રાઉન્ડ ટાંકામાં આજે તંત્રની બેદરકારીના કારણે એક ગાય પડી ગઇ હતી. શહેરની મોટાભાગની સરકારી મિલ્કતો જર્જરીત હાલતમાં છે. માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સ્પષ્ટ સામે આવી રહી છે. મામલતદાર કચેરીમાં આવેલ અન્ડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો જર્જરીત હોવા છતાં તેની મરામત કરવામાં આવતી હતી. આજે એક ગાય ટાંકામાં પડી જતા ગૌપ્રેમી પ્રદિપભાઇ, રઘુભાઇ, રાજુભાઇ, નિશાંતભાઇ, ગજેન્દ્રભાઇ વિગેરે તાબડતોબ અહિં દોડી આવ્યા હતાં અને જેસીબીની મદદથી ટાંકામાંથી ગાયને બહાર કાઢવામાં આવી હતી. જો કે ત્રણ કલાકની લાંબી જહેમત બાદ ગાય બહાર નિકળી શકી હતી. મામલતદાર ચિંતન વૈષ્ણવે જણાવ્યુ હતું કે કચેરીના મેદાનમાં આવેલ જર્જરીત ટાંકા અંગે આરએન્ડબીને અનેકવખત રજુઆત કરવામાં આવી છે.

ગાયને સારવાર આપવામાં આવી

અન્ય સમાચારો પણ છે...