તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • ઝળુંબતો ખતરો | 50 વર્ષથી મહેલમાં કોઇ રહેતું નથી, મહેલ ધરાશાયી થાય પહેલા તોડી પાડવા માંગ

ઝળુંબતો ખતરો | 50 વર્ષથી મહેલમાં કોઇ રહેતું નથી, મહેલ ધરાશાયી થાય પહેલા તોડી પાડવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાંરાજાશાહી વખતના ફોજદારનો મહેલ વર્ષોથી જર્જરિત હાલતમા હોવાથી અહીંના રહીશોના માથે ભયનુ સંકટ તોળાય રહ્યું છે. ચોમાસા દરમિયાન જર્જરિત મહેલ ધરાશાયી થાય અને કોઇ મોટી દુઘર્ટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યાં છે.

બાબરામાં કાંકરિયા ચોરા વિસ્તારમાં આવેલ જર્જરિત મહેલ આશરે ૧૫૦વર્ષ જૂનો છે અને અને ૫૦વર્ષથી અહીં મહેલમાં કોઈ રહેતું નથી જેના કારણે તે જર્જરિત હાલતમાં બની ગયો છે. અહીંના સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી તેમ છતા પાલીકા દ્વારા જર્જરિત મહેલ દૂર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

બાબતે અહીંના સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર જર્જરિત મહેલના કારણે લોકોમાં ભયની લાગણી છે. વળી અહીં બે ખાનગી શાળાઓ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ પણ પસાર થતા હોય છે જેના પર પણ જોખમ તોળાય રહ્યું છે બે માળનો જર્જરિત મહેલ તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

150 વર્ષ જુનો રાજાશાહી મહેલ જર્જરીત

અન્ય સમાચારો પણ છે...