• Gujarati News
  • બાબરામાં 15 પોલીસ કવાર્ટર ખાલી કરાવાયા

બાબરામાં 15 પોલીસ કવાર્ટર ખાલી કરાવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા પોલીસકર્મીઓને ના છૂટકે ભાડે મકાનમાં રહેવુ પડતુ હતું : 24 કલાકમાં કબ્જો મેળવવા અપાઇ સુચના

બાબરાપોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ અહી આવેલા નવા અને જુના કવાર્ટરમાં પરિવાર સાથે રહેતા હોય છે. પરંતુ અહી ફરજ બજાવતા પોલીસકર્મીઓની જિલ્લાના અન્ય તાલુકા મથકોએ બદલી થવા છતા લાંબા સમયથી કવાર્ટર ખાલી કરવામા આવતા હોય અંતે ડીઆઇજી દ્વારા કડક આદેશ આપવામા આવ્યા હતા જેને પગલે અહી કવાર્ટરમાં રહેતા પંદર જેટલા પોલીસકર્મીઓએ તાત્કાલિક કવાર્ટર ખાલી કર્યા હતા. બાબરા પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા પંદર જેટલા પોલીસકર્મીઓની જિલ્લાના અન્ય તાલુકા મથકે બદલીઓ કરવામા આવી હતી. પરંતુ અમુક કર્મચારીઓ છેલ્લા માસ, એક વર્ષ કે તેથી વધુ સમય થઇ ગયો હોવા છતા પરિવાર સાથે અહીના કવાર્ટરમાં વસવાટ કરી રહ્યાં હતા. ત્યારે અન્ય સ્થળેથી બદલી થઇને અહી બાબરા આવેલા પોલીસકર્મીઓને નાછુટકે શહેરમાં ભાડાનું મકાન રાખી રહેવુ પડે તેવી સ્થિતી સર્જાતી હતી.

ત્યારે જુનાગઢ રેંજ આઇજી દ્વારા સમસ્યાને ગંભીરતાથી લઇ જિલ્લા પોલીસવડા અને તાલુકા પીએસઆઇને કડક આદેશ કરવામા આવ્યા હતા. અને આવા કવાર્ટરો તાકિદે ખાલી કરી દેવા સુચનાઓ આપવામા આવી હતી. બાબરા પોલીસ કવાર્ટરમાં પંદર જેટલા પોલીસકર્મીઓએ છેલ્લા કેટલાક સમયથી કવાર્ટર ખાલી કર્યા હોય દરેક કર્મીઓને જાણ કરવામા આવી હતી.

બાબરા પીએસઆઇ દ્વારા કવાર્ટરમાં રહેતા હોય અને અન્ય સ્થળે ફરજ બજાવતા હોય તેવા પોલીસકર્મીઓને તાકિદે જાણ કરતા અહી પંદર જેટલા પોલીસકર્મીઓએ તાકિદે કવાર્ટર ખાલી કરવાની ફરજ પડી હતી.

આકરૂં વલણ | બદલી બાદ પણ મકાન ખાલી કરતા પોલીસકર્મીઓ સામે આઇજી લાલઘૂમ

આઇજીની સુચના બાદ ફટાફટ કવાર્ટર ખાલી કરાવાયા. / રાજુબસીયા

સામાન બહાર ફેંકી દેવાની પણ સુચના

બાબરાપોલીસમથકના કવાર્ટરમાં અન્ય સ્થળે બદલી પામેલા પંદર જેટલા પોલીસકર્મીઓ પરિવાર સાથે હજુ પણ અહી વસવાટ કરતા હોય જો કોઇ પોલીસકર્મી કવાર્ટર ખાલી કરવાની ગંભીરતા દાખવે તો પંચરોજકામ કરી સામાન બહાર ફેંકી દેવા સુધીની ડીઆઇજી દ્વારા કડક સુચનાઓ આપવામાં આવી હતી.

કર્મીઓએ મોંઘુ ભાડુ ચૂકવવું પડતુ હતું

અન્યતાલુકામથકેથી બદલી થઇને બાબરા પોલીસ મથકમાં ફરજ બજાવવા આવેલા પોલીસકર્મીઓને અહી કવાર્ટર મળતુ હોય ના છુટકે ગામમાં મકાન ભાડે રાખવુ પડે છે અને મોંઘુ ભાડુ ચુકવવાનો વારો આવે છે. ત્યારે સમસ્યા ડીઆઇજીના ધ્યાન પર આવતા તેઓ દ્વારા કડક સુચનાઓ આપવામા આવી હતી.