• Gujarati News
  • અમરેલીમાં 29 સ્થળે દારૂ પર દરોડો

અમરેલીમાં 29 સ્થળે દારૂ પર દરોડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીિજલ્લા પોલીસ દ્વારા ગઇકાલે દારૂના ધંધાર્થીઓ તથા નશાખોરો સામે લાલ આંખ કરવામાં આવી હતી અને જુદા જુદા 46 શખ્સોને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતાં. ઉપરાંત પોલીસે 29 સ્થળેથી દેશી દારૂનો નાનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જો કે ગઇકાલે દેશી કે ઇંગ્લીશ દારૂનો કોઇ મોટો જથ્થો પોલીસના હાથમાં આવ્યો હતો.

અમરેલી િજલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણ દ્વારા અપાયેલી સુચનાને પગલે અમરેલી જીલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દારૂના ધંધાર્થીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. ડેડાણના વલકુ કાળુ નામના શખ્સને 10 લીટર દારૂ સાથે ઝડપી લેવાયો હતો જ્યારે બાબરાના કરીયાણા રોડ પર ગૌરીબેન જ્યંતિભાઇ નામની મહિલાને બે લીટર દારૂ સાથે તથા રાજુલાના જીંજકામાંથી અશોક મથુર નામના શખ્સને બે લીટર દેશી દારૂ સાથે ઝડપી લેવાયા હતાં. અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જુદા જુદા 29 સ્થળેથી દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.

આવી રીતે દિવસ કે રાતના સમયે નશો કરી જાહેર માર્ગો પર ઝુમતા શરાબીઓ પર પણ પોલીસ દ્વારા ઘોંશ બોલાવાઇ હતી. પોલીસ દ્વારા જીલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી 46 શખ્સોની પીધેલી હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી. અમરેલીના સલીમ જમાલ રાઠોડ, ચલાલાના અમીન રઝાક જુણેજા, ઉંટવડના અમરશી રામજી કટારા, અમરેલીના ભીખુ વલ્લભ થળેસા, રાજુ લાલજી મોરવાડીયા વિગેરેને પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતાં.

ટીંબીમાં કારમાંથી 12 બોટલ દારૂ ઝડપાયો

જાફરાબાદતાલુકાનાટીંબી ગામે પોલીસે જી જે 14 5764 નંબરની કારમાંથી ઇંગ્લીશ દારૂની બાર બોટલ ઝડપી લીધી હતી. અગાઉ દારૂના કેસમાં ઝડપાઇ ચુકેલો રાજુલાનો બુટલેગર પંકજગીરી રામકૃષ્ણદાસ અહિં કારમાંથી દારૂ લઇને પસાર થતો હતો ત્યારે પીએસઆઇ ડી.કે. રાઠોડ તથા સ્ટાફે તેને ઝડપી લઇ કાર અને ઇંગ્લીશ દારૂનો જથ્થો કબજે લીધો હતો. /તસ્વીર:કે.ડી.વરૂ

કાર્યવાહી | દેશી દારૂના ધંધાર્થીઓ સામે પોલીસે કરી લાલઆંખ