તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • અમરેલી ડેપોનાં ટીસીએ મુળ માલિકનેે સોનાનો હાર પરત કર્યો

અમરેલી ડેપોનાં ટીસીએ મુળ માલિકનેે સોનાનો હાર પરત કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગવાપાળ ગામની મહિલા સાવરકુંડલા થી વડતાલ જતી બસમાં મુસાફરી કરી રહી હતી ત્યારે હાર પડી ગયો હતો

અમરેલીએસટી ડેપોમા ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર નિલેષભાઇ સોલંકી પ્રમાણિકતા અને ફરજ નિષ્ઠાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે. તાજેતરમાં બસમા એક મહિલા મુસાફરનો સોનાનો હાર પડી ગયો હોય તેમણે સમય સુચકતા વાપરી મહિલાને સોનાનો હાર પરત અપાવી પ્રામાણિકતા દાખવી હતી.

સાવરકુંડલાથી વડતાલ જતી બસમા ગોખરવાળા ગામેથી હેતલબેન બાલાભાઇ બતાળા નામની મહિલા પોતાના પિયર માંગવાપાળ ગામે જઇ રહી હતી તે દરમિયાન હેતલબેન અમરેલી ડેપોમા ઉતરી ગયા હતા.

બાદમા તેમને સોનાનો હાર પડી ગયાની જાણ થઇ હતી. તેઓએ તુરત તેમના ભાઇ જીણાભાઇને જાણ કરતા તેઓ અહી દોડી આવ્યા હતા.

તેમણે અહીના ટ્રાફિક કંટ્રોલર નિલેષભાઇ સોલંકીને જાણ કરતા તેમણે સાવરકુંડલા ડેપોમા ફોન કરી ડ્રાઇવર અને કંડકટરનો સંપર્ક કર્યો હતો અને બસ બાબરા પહોંચવાની તૈયારીમા હતી. બાદમા બસમા તપાસ કરતા બસમાથી સોનાનો હાર મળી આવ્યો હતો અને બાદમાં હેતલબેનને હાર પરત આપી પ્રામાણિકતાનુ ઉદાહરણ પુરૂ પાડયું હતુ. અત્રે ઉલ્લેનીય છે કે સમયસુચકતા દાખવી અમરેલી એસટી ડેપોનાં ટીસીએ હાર પરત કરી પ્રામાણીકતા દાખવી હતી.

અન્ય સમાચારો પણ છે...