તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઠીમાં 80, જરખીયામાં 50ને ફૂડપોઇઝનીંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠીમાં દુધીનો હલવો અને જરખીયામાં રબડીની મિઠાઇ ખાધા બાદ તમામને અસર થઇ : સિવીલમાં અફડા-તફડીનાં દ્રશ્યો સર્જાયા

લગ્ન પ્રસંગનાં જમણવાર બાદ વર અને કન્યા પક્ષનાં લોકોને ઝાડા-ઉલ્ટી શરૂ થતાં 130ને અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા

હેલ્થ રિપોર્ટર| અમરેલી/લાઠી/બાબરા

આજેલાઠી અને લાઠી તાલુકાના જરખીયા ગામે બે અલગ અલગ લગ્ન પ્રસંગમાં યોજાયેલા જમણવાર બાદ મોડી સાંજે વરપક્ષ અને કન્યાપક્ષના લોકોને ફુડ પોઇઝનીંગ થતા 130થી વધુ લોકોને સારવાર માટે જુદા જુદા દવાખાને ખસેડવા પડયા હતાં. લાઠી-બાબરા અને અમરેલી સિવીલમાં આના કારણે ભારે અફડા તફડીના દ્રશ્યો સર્જાયા હતાં.

સુરતમાં રહેતા અશોકભાઇ રાઠોડની પુત્રીના આજે લગ્ન હતાં. તેમણે લાઠીમાં રહેતા તેમના સાઢુભાઇ અરવીંદભાઇ ગોહિલને ત્યાં લગ્ન પ્રસંગ ગોઠવ્યો હતો અને ચિત્તલથી જાન આવી હતી. જમણવાર પત્યા બાદ અને જાન વળાવાયા બાદ મોડી સાંજે ધીમે ધીમે તમામને ફુડ પોઇઝનીંગની અસર થવા લાગી હતી. લાઠીમાં અને ચિતલમાં જુદા જુદા 80 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટીની અસર થતા તાબડતોબ જુદી જુદી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે અલગ અલગ દવાખાને ખસેડાયા હતાં.

આવી રીતે લાઠી તાલુકાના જરખીયા ગામે પણ જમણવાર બાદ 50 લોકોને ઝાડા-ઉલ્ટીની અસર થઇ હતી. જરખીયાના અરવિંદભાઇ કાકડીયાના દિકરાના લગ્ન છે અને આવતીકાલે બાબરા તાલુકાના લુણકી ગામે જાન જવાની હતી. આજે વેવાઇને ત્યાંથી ઢગ જમવા આવી હતી. જમણવાર બાદ એક પછી એક લોકોને ફુડ પોઇઝનીંગની અસર થવા લાગતા અસરગ્રસ્તોને મોડી સાંજે બાબરા, લાઠી અને અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...