તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગપતિએ આચાર્યને હોકી વડે માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇંગોરાળામારહેતા અને સુરત સ્થિત ઉદ્યોગપતિ જે.પી.ઠેસીયાએ પ્રાથમિક શાળામા ફરજ બજાવતા આચાર્ય મનસુખભાઇ જીવરાજભાઇ ગોહિલને તેમના બેંક ખાતામા જુની ચલણી નોટો જમા કરાવવા કહ્યું હતુ. પરંતુ જીવરાજભાઇએ ના પાડતા જે.પી.ઠેસીયાએ બેફામ ગાળો દઇ બાદમાં હોકી વડે મારમારી ફરજમા રૂકાવટ કરી હતી. બારામાં જીવરાજભાઇએ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમા તેમણે જણાવ્યું હતુ કે જેરામભાઇ પરશોતમભાઇ ઠેસીયા સુરત ખાતે રહે છે અને હાલ વતનમા રહીને ગામની આસપાસ ડેમ, તળાવો અને નદીઓ ઉંડી ઉતારવા પોતાના ખર્ચે કામગીરી કરાવી રહ્યાં છે. જેના કારણે વિસ્તારમાં પ્રખ્યાત છે. તેમણે ચલણી નોટ બેંકના ખાતામા જમા કરાવવાનુ કહ્યું હતુ જે ના પાડવામા આવતા તેમણે મારમાર્યો હતો. બનાવ અંગે બાબરા પોલીસ મથકના પીએસઆઇ રામાવત આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...