તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • બાબરા વોર્ડ નં 2મા ભુગર્ભ ગટરના કામથી લોકો ત્રસ્ત : કુંડીઓ છલકાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા વોર્ડ નં-2મા ભુગર્ભ ગટરના કામથી લોકો ત્રસ્ત : કુંડીઓ છલકાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમસ્યાનો ઉકેલ નહિ આવે તો જન આંદોલન કરવાની ચિમકી

બાબરાશહેરમાં ભુગર્ભ ગટરનુ કામ નબળુ કરવામા આવ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અહીના વોર્ડ નં-2મા અવારનવાર ગટરો ઉભરાઇ રહી છે. ઉપરાંત ગટરોમા પાણીનો નિકાલ થતા અહીના માર્ગો પર ગટરોના પાણી ફરી વળે છે જેના કારણે વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. શહેરમાં વોર્ડ નં-ના વિસ્તારમા દાનેવનગર, પોલીસ લાઇન પાછળના વિસ્તારમા ભુગર્ભ ગટરના કામકાજના કારણે તોબા પોકારી ઉઠયાં છે. પાલિકાનુ પાણી પણ ગટર માર્ગે નિકાલ નહી થતા વિસ્તારોમા ભરાયેલુ રહે છે. જેને કારણે અહીથી પસાર થતા રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ભુગર્ભ ગટરની કુંડી પણ ગણતરીના મહિનાઓમા તુટી જાય છે. અહી અવારનવાર પાણી માર્ગો પર ઉભરાતા હોય માર્ગો પણ બિસ્માર બની જાય છે. ઢાંકણા વગરની કુંડીના કારણે લોકોને અકસ્માતની ભિતી સતાવી રહી છે.

ત્યારે વિસ્તારમાં ભુગર્ભ ગટરનુ કામ નિયમ મુજબ કરવામા નહી આવે તો આગામી દિવસોમા જન આંદોલન કરવાની પણ ચિમકીઓ ઉચ્ચારવામા આવી છે.

દુર્ગંધથી લોકો ત્રસ્ત તસ્વીર- રાજુ બસીયા

ગંદુ પાણી રોડપર વહે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો