તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ પહોંચાડનાર સામે પણ ગુનો નોંધાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંડળીયા ગામે ઘરમાંથી દારૂની 65 બોટલ ઝડપાઇ

બાબરાતાલુકાના વાંડળીયા ગામનો કાઠી શખ્સ પોતાના ઘરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે બાબરા પોલીસે ગઇકાલે તેના ઘરમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 65 બોટલ સાથે ઝડપી લીધો હતો. ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાવાની ઘટના ગઇકાલે રાત્રે બાબરા તાલુકામાં વાંડળીયા ગામે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહિંના વિક્રમ લખુ વાળા નામના કાઠી શખ્સે પોતાના ઘરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડયો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના પગલે અહિં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને તેના ઘરમાંથી જુદા જુદા ત્રણ પ્રકારની ઇંગ્લીશ દારૂની 65 બોટલ મળી આવી હતી. બાબરા પોલીસે રૂા. 30200ની કિંમતનો ઇંગ્લીશ દારૂનો જથ્થો કબજે લઇ વિક્રમ લખુ વાળાની ધરપકડ કરી હતી. પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા ઇંગ્લીશ દારૂનો જથ્થો તેને વડીયા તાલુકાના તોરી ગામના ચિરાગ મહારાજ નામના શખ્સે પહોંચાડ્યો હોવાનુ કબુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો