તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • બાબરામાં વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી : છાત્રોનું સન્માન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી : છાત્રોનું સન્માન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબરામાતાલુકા કુમાર શાળા ખાતે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહી વાલીઓની બેઠકનુ પણ આયોજન કરાયુ હતુ. અહી વિવિધ પરીક્ષાઓમા ઉર્તિણ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરાયા હતા. તેમજ અહી પુસ્તક પ્રદર્શન પણ યોજાયું હતુ.

બાબરા તાલુકા કુમાર શાળા ખાતે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહી શિક્ષક વિપુલભાઇ ત્રિવેદીએ વિશ્વ સાક્ષરતા દિવસની મહતા અને શિક્ષણનુ મહત્વ વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજ આપી પોતાના બાળકોને પુરતુ શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો.

તકે વિદ્યાર્થીઓની નિયમિતતા, સ્વચ્છતા, ગૃહકાર્ય તેમજ વિવિધ પરીક્ષાઓ વિશે પણ સમજણ આપવામા આવી હતી. પ્રસંગે વિવિધ પરીક્ષાઓમા ઉર્તિણ થયા હોય તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. શાળાના આચાર્ય દક્ષાબેન સરવાળીયાના માર્ગદર્શન હેઠળ, નરેન્દ્રભાઇ મણવર, ભુપતભાઇ સોલંકી, પ્રદિપભાઇ મહેતા, તૃપ્તીબેન ગોંડલીયા, દિવ્યાબેન ગીડા, માધવીબેન જોષી, શીતલબેન મકવાણા, દક્ષાબેન પીઢડીયા સહિતે જહેમત ઉઠાવી હતી.

છાત્રોએ વિવિધ પુસ્તકોનું પ્રદર્શન કર્યું હતું. તસ્વીર- રાજુ બસીયા

પુસ્તક પ્રદર્શન યોજાયું

વિવિધ પરીક્ષાઓમા ઉતિર્ણ થનાર છાત્રોને સન્માનિત કરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો